શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Reliance જિઓનો મોટો ધડાકો, 5 સપ્ટેમ્બરે લોન્ચ થશે જિઓ ફાઈબર, જાણો શું હશે ટેરિફ
મુકેશ અંબાણીએ જણાવ્યું કે, રિલાયન્સ જિઓના ત્રણ વર્ષ પૂરા થવા પર 5 સપ્ટેમ્બર 2019થી જિઓ ગીગા ફાઈબરની કોમર્શિયલ સેવાઓ સમગ્ર દેશમાં ઉપલબ્ધ હશે.
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ 2019માં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ અનેક મોટી જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ 5 સપ્ટેમ્બરથી જિઓ ગીગાફાઈબરના કોમર્શિયલ લોન્ચની જાહેરાત કરી છે.
એજીએમમાં જિઓ ગીગા ફાઈબરના પ્લાન્સની જાણકારી આપતા મુકેશ અંબાણીએ જણાવ્યું કે, ગ્રાહકોને સારો અનુભવ આપવા માટે રિલાયન્સ જિઓએ જિઓ ગીગા ફાઈબર અને જિઓ સેટ ટોપ બોક્સમાં અનેક પ્લાન્સ બનાવ્યા છે. મુકેશ અંબાણી જણાવ્યું કે, જે ગ્રાહકો જિઓ ગીગા ફાઈબર અને જિઓ સેટ ટોપ બોક્સનો જિઓ ફોર એવર પ્લાન્સ લેશે, તેને કંપની તરફથી 4કે ટીવી અને એચડી 4કે સેટ ટોપ બોક્સ ફ્રીમાં આપવામાં આવશે. જોકે, હાલમાં પ્લાન્સની કિંમત વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી.
મુકેશ અંબાણીએ જણાવ્યું કે, રિલાયન્સ જિઓના ત્રણ વર્ષ પૂરા થવા પર 5 સપ્ટેમ્બર 2019થી જિઓ ગીગા ફાઈબરની કોમર્શિયલ સેવાઓ સમગ્ર દેશમાં ઉપલબ્ધ હશે. તેમણે જણાવ્યું કે, જિઓ ગીગા ફાઈબરની ઓછામાં ઓછી સ્પીડ 100 એમબીપીએસ હશે જે 1 જીબીપીએસ સુધી જશે. તેના માટે ગ્રાહકોએ 700 રૂપિયાથી લઈને 10000 હજાર રૂપિયા પ્રતિમાસ ખર્ચ કરવો પડશે. આ ખર્ચ પ્લાન પર ઉપલબ્ધ હશે. તેમણે કહ્યું કે, જિઓ ગીગા ફાઈબર પર વોયસ કોલ સંપૂર્ણ રીતે ફ્રી હશે અને ગ્રાહકોએ માત્ર ડેટા માટે જ ચૂકવણી કરવી પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion