શોધખોળ કરો

OnePlus 13 સીરીઝ થઈ લોન્ચ, 6000 mAh બેટરી સાથે મળશે પાવરફુલ પ્રોસેસર, જાણો કિંમત અને ફિચર્સ 

OnePlus એ આખરે આજે OnePlus 13 અને OnePlus 13R લોન્ચ કર્યા છે. કંપનીએ આ પ્રીમિયમ લાઇનઅપને ઘણી ડિઝાઇન અને ફિચર્સના   અપગ્રેડ સાથે લોન્ચ કર્યું છે.

Oneplus 13 Series Launched: OnePlus એ આખરે આજે OnePlus 13 અને OnePlus 13R લોન્ચ કર્યા છે. કંપનીએ આ પ્રીમિયમ લાઇનઅપને ઘણી ડિઝાઇન અને ફિચર્સના   અપગ્રેડ સાથે લોન્ચ કર્યું છે. આ સીરીઝમાં કર્વ્ડ  ડિસ્પ્લેને ફ્લેટ ડિસ્પ્લે સાથે બદલવામાં આવ્યું છે અને કેમેરા બમ્પની ડિઝાઇનમાં પણ થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. કંપની ઓપન સેલમાં એક્સચેન્જ બોનસ, ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ, નો કોસ્ટ EMI, ફ્રી પ્રોટેક્શન પ્લાન, આજીવન વોરંટી અને મેમ્બરશિપ એક્સક્લુઝિવ લાભો વગેરે ઓફર કરી રહી છે. ચાલો જાણીએ કે બંને ફોન કયા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે.

OnePlus 13

ભારત પહેલા કંપનીએ તેને ચીનમાં લોન્ચ કર્યો હતો. આ ફ્લેગશિપ સ્માર્ટફોનમાં 6.82 ઇંચની BOE X2 2K+ AMOLED ડિસ્પ્લે છે. તે 4,500 nits પીક બ્રાઈટનેસને સપોર્ટ કરે છે. આનો અર્થ એ છે કે તમારે સ્ક્રીન જોવા માટે છાંયો ગોતવો પડશે નહીં. આ સ્ક્રીન સૂર્યપ્રકાશમાં પણ સરળતાથી જોઈ શકાશે. તે સ્નેપડ્રેગન 8 એલિટ પ્રોસેસરથી સજ્જ છે. આ ઉપકરણ 24GB LPDDR5X રેમ અને 1TB UFS 4.0 સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે.

કેમેરા અને બેટરી

કેમેરા વિશે વાત કરીએ તો OnePlus 13માં ટ્રિપલ કેમેરા સેટઅપ છે. તેમાં 50MP Sony LYT-808 પ્રાથમિક સેન્સર, 50MP ટેલિફોટો લેન્સ અને 50MP અલ્ટ્રા-વાઇડ કેમેરા છે. સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે તેમાં 32MP ફ્રન્ટ કેમેરા છે. આ પ્રીમિયમ સ્માર્ટફોન વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં પાવર માટે પાવરફુલ 6,000mAh બેટરી છે, જે 100W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

OnePlus 13R

OnePlus 13R આ સીરીઝનું એક સસ્તું વેરિઅન્ટ છે. તેને 6.7 ઇંચ 8T LTPO AMOLED ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. તે 4,500 nits પીક બ્રાઇટનેસ પણ આપે છે. તેમાં પ્રોટેક્શન માટે ઓપ્પો ક્રિસ્ટલ શીલ્ડ ગ્લાસ પ્રોટેક્શન છે. તે Qualcomm Snapdragon 8 Gen 3 પ્રોસેસરથી સજ્જ છે. આ ફોન ટ્રિપલ કેમેરા સેટઅપથી પણ સજ્જ છે, જેમાં 50MP પ્રાથમિક સેન્સર છે.

OnePlus 13, OnePlus 13R ની કિંમત

OnePlus 13ના 12GB RAM + 256GB વેરિઅન્ટની કિંમત 69,999 રૂપિયા છે. તેના 16GB RAM + 512GB અને 24GB RAM + 1TB વેરિઅન્ટની કિંમત અનુક્રમે 76,999 રૂપિયા અને 89,999 રૂપિયા છે. ICICI બેંકના કાર્ડ પર 5,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય 5,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ મળશે. OnePlus 13નું વેચાણ 10 જાન્યુઆરી, 2025ના રોજ ઈ-કોમર્સ વેબસાઈટ Amazon તેમજ OnePlusના સત્તાવાર રિટેલ સ્ટોર્સ પર યોજાશે.

OnePlus 13Rના 12GB RAM + 256GB વેરિઅન્ટની પ્રારંભિક કિંમત 42,999 રૂપિયા છે. જ્યારે, તેના ટોપ 16GB RAM + 512GB વેરિઅન્ટની કિંમત 49,999 રૂપિયા છે. કંપની તેની ખરીદી પર રૂ. 3,000નું બેન્ક ડિસ્કાઉન્ટ અને રૂ. 4,000નું એક્સચેન્જ બોનસ ઓફર કરી રહી છે. OnePlus 13Rનું પ્રથમ વેચાણ ઈ-કોમર્સ વેબસાઈટ Amazon પર 13 જાન્યુઆરી, 2025ના રોજ યોજાશે.

મેગ્નેટિક ચાર્જર અને OnePlus Buds Pro 3 પણ લૉન્ચ

OnePlus એ આ સીરીઝ સાથે OnePlus 50W AIRVOOC મેગ્નેટિક ચાર્જર પણ લોન્ચ કર્યું છે. તેની કિંમત 5,999 રૂપિયા છે. આ સાથે, કંપનીએ મેગ્નેટિક કેસ પણ રજૂ કર્યો છે, જેમાં સેન્ડસ્ટોન વેરિઅન્ટની કિંમત 1,299 રૂપિયા છે અને તેના વુડ ગ્રેન વેરિઅન્ટની કિંમત 2,299 રૂપિયા છે. સાથે જ, OnePlus Buds Pro 3નું બ્લુ વેરિઅન્ટ પણ રજૂ કરવામાં આવ્યું છે, જેની કિંમત 11,999 રૂપિયા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરાને પૂરથી બચાવવા વિશ્વામિત્રી નદીની રિડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાઈBIG Breaking: ભાજપ જિલ્લા શહેર પ્રમુખની નિમણૂંકને લઈને મોટા સમાચારKutch Operation Indira: કચ્છની ઈંદિરા 34 કલાક બાદ જિંદગીનો જંગ હારીAsaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
Embed widget