Oppo F19 Pro Plus 5G Launch: દમદાર કેમેરા અને બેટરી સાથે લૉન્ચ થયો આ 5G ફોન, જાણો કિંમત અને ફિચર્સ.....
આ સીરીઝ અંતર્ગત કંપનીએ બે મૉડલ OPPO F19 Pro અને OPPO F19 Pro Plus ને માર્કેટમાં ઉતાર્યા છે. આનુ પ્રૉ વેરિએન્ટ જ્યાં 4G ટેકનોલૉજીને સપોર્ટ કરે છે, જ્યારે આનુ પ્લસ વેરિએન્ટ 5G નેટવર્કને સપોર્ટ સાથે લૉન્ચ કરવામાં આવ્યુ છે.
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની ઓપ્પોએ પોતાનો નવી સ્માર્ટફોન F19 સીરીઝને ભારતમાં લૉન્ચ કરી દીધી છે. આને એક વર્ચ્યૂઅલ ઇવેન્ટમાં લૉન્ચ કરી દેવામાં આવી છે. આ સીરીઝ અંતર્ગત કંપનીએ બે મૉડલ OPPO F19 Pro અને OPPO F19 Pro Plus ને માર્કેટમાં ઉતાર્યા છે. આનુ પ્રૉ વેરિએન્ટ જ્યાં 4G ટેકનોલૉજીને સપોર્ટ કરે છે, જ્યારે આનુ પ્લસ વેરિએન્ટ 5G નેટવર્કને સપોર્ટ સાથે લૉન્ચ કરવામાં આવ્યુ છે.
આ છે કિંમત....
Oppo F19 Pro+ 5Gની કિંમત 25,990 રૂપિયા રાખવામાં આવી છે, આ ફોનનુ વેચાણ 17 માર્ચથી શરૂ થશે. તમે આ ફોનને 17 માર્ચ બાદ ખરીદી શકો છો.
Oppo F19 Pro+ 5Gના સ્પેશિફિકેશન્સ....
Oppo F19 Pro+માં 6.4 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આની ડિસ્પ્લેને ગોરિલ્લા ગ્લાસ પ્રૉટેક્શન આપવામાં આવ્યુ છે. ફોન MediaTek Helio P95 SoC પ્રૉસેસર વાળો છે. ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આમાં 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. જેને તમે માઇક્રોએસડી કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકો છો.
કેમેરા અને બેટરી....
ફોટોગ્રાફી માટે OPPO F19 Pro+માં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 8MPનો સેકન્ડરી કેમેરો અને 2MPના બે સેન્સર આપવામાં આવ્યા છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. પવાર માટે આમાં 4310mAhની બેટરી આપવામાં આવી છે, જે 50W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.