શોધખોળ કરો
Advertisement
સામાન્ય લોકો માટે માઠા સમાચાર, ઈન્ટરનેટ-મોબાઈલના રેટમાં ક્યારથી થશે વધારો?
ખાસ ચિંતાજનક સમાચાર તો એ છે કે આ તમામ સેવા દરો એકવાર નહીં પરંતુ બે વાર વધારવામાં આવી શકે છે. આ અનુમાન EYએ વ્યક્ત કર્યુ છે. EYના પ્રશાંત સિંઘલના મતે આગામી 12 થી 18 મહિનામાં આ બે વાર વધારવામાં આવી શકે છે
નવી દિલ્હીઃ જો તમે મોબાઇલ ફોન કૉલ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો તો તમારા માટે માઠા સમાચાર આવ્યા છે. ભારતીય દુરસંચાર ક્ષેત્રની હાલની સંરચના નુકશાનકારક બનશે, કેમકે ફોન કૉલ અને ઇન્ટરનેટ સેવાની કિંમતો વધે વધવા જઇ રહી છે. મનાઇ રહ્યુ છે કે આગામી એક થી દોઢ વર્ષમાં ફોન કૉલ તથા ઇન્ટરનેટના દર વધારવામાં આવી શકે છે.
ખાસ ચિંતાજનક સમાચાર તો એ છે કે આ તમામ સેવા દરો એકવાર નહીં પરંતુ બે વાર વધારવામાં આવી શકે છે. આ અનુમાન EYએ વ્યક્ત કર્યુ છે. EYના પ્રશાંત સિંઘલના મતે આગામી 12 થી 18 મહિનામાં આ બે વાર વધારવામાં આવી શકે છે. ભારતમાં ટેલિકોમ સેક્ટરમાં નજીકના સમયમાં ટેરિફમાં વધારો 'અનિવાર્ય' છે, કારણ કે સેક્ટરનું વર્તમાન માળખુ ઓપરેટર્સને તર્કસંગત વળતર આપતું નથી. જોકે, દેશમાં કોરોના મહામારી અને આિર્થક મંદીના કારણે ટેરિફમાં વધારાનો સમય હાલ કહી શકાય નથી.
વર્તમાન સંજોગોમાં દેશમાં તાત્કાલિક અસરથી ટેરિફમાં વધારો શક્ય નથી તેમ કબૂલતાં અર્ન્સ્ટ એન્ડ યંગના વિકાસશીલ દેશોમાં ટેક્નોલોજી, મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ એન્ડ ટેલિકોમ્યુનિકેશનના પ્રશાંત સિંઘલે જણાવ્યું હતું કે, આગામી છ મહિનામાં એક વખત સહિત આગામી એક વર્ષથી દોઢ વર્ષના સમયમાં બે તબક્કામાં ટેરીફમાં વધારો થઈ શકે છે. ટેરિફમાં વધારો ખૂબ જ જરૂરી છે. ટેલિકોમ સેક્ટરમાં ગ્રાહકો દ્વારા ખર્ચ ઘણો ઓછો છે અને આગામી છ મહિનામાં ટેરિફ વધી શકે છે.
સિંઘલે જણાવ્યું હતું કે, ટેરિફમાં વધારા માટે ઓપરેટર્સે આિર્થક પરિસિૃથતિ અને અફોર્ડેબિલિટી જેવા પરિબળોને ધ્યાનમાં રાખવા પડશે, પરંતુ બજારમાં સસ્ટેનિબિલિટીની ખાતરી માટે 12થી 18 મહિનામાં બે તબક્કામાં ટેરિફમાં વધારો કરવો પડશે.
આ ભાવ વધારો નિયમનિકારી સંસૃથાની દરમિયાનગીરી મારફત આવી શકે છે આૃથવા ઉદ્યોગનાં પગલાંઓથી થઈ શકે છે, પરંતુ ઓપરેટર્સનું વર્તમાન નાણાકીય સ્વાસ્થ્ય ટેરિફમાં વધારાની જરૂરિયાત પર ભાર મૂકે છે. તેમણે ઉમેર્યું હતું કે, ફંડામેન્ટલી સેક્ટરે સારૂં કામ કરવું હોય તો કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે યોગ્ય ભાવ હોવા જોઈએ.
આ વર્ષે ડિસેમ્બરમાં ટેરિફમાં વધારો જોવા મળી શકે છે, જે અન્ય વિકાસશીલ બજારોની સમકક્ષ હોઈ શકે છે. ઉદ્યોગમાં હાલ એવરેજ રેવન્યુ પર યુઝર (એઆરપીયુ) અંગે ચર્ચા ચાલી રહી છે, જે આગામી બેથી ત્રણ વર્ષમાં 60 ટકાથી 80 ટકા સુધી વધી શકે છે અને ટેરિફમાં વધારાથી જ તે શક્ય છે.
આગામી સમયમાં ટેલિકોમ કંપનીઓ ફિક્સ પ્રાઈસના પ્લાનથી આગળ વધીને વપરાશ આધારિત ડેટા પ્લાન લાવી શકે છે. સિંઘલે કહ્યું હતું કે, દેશમાં કોરોના મહામારીની સમસ્યા વકરી ન હોત તો જૂન મહિનામાં જ ટેરિફમાં વધારો જોવા મળ્યો હોત. આ મહામારીના કારણે ટેરિફમાં વધારો છ મહિના જેટલો પાછો ઠેલાયો છે તેમ માની શકાય, કારણે વર્તમાન સમયમાં ટેરિફ વધારવા યોગ્ય નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement