શોધખોળ કરો
IPHONE 11 સીરીઝનું આજથી ભારતમાં પ્રી-બુકિંગ શરૂ, જાણો ક્યાંથી કરાવી શકશો નવો આઇફોન બુક.......
આજથી ભારતમાં નવા આઇફોન માટે પ્રી-બુકિંગ શરૂ થઇ ચૂક્યુ છે

નવી દિલ્હીઃ પોતાના શાનદાર હેન્ડસેટ્સ માટે જાણીતી કંપની એપલે તાજેતરમાં જ પોતાના ત્રણે નવા મૉડલ્સ- આઇફોન 11, આઇફોન 11 પ્રૉ અને આઇફોન 11 પ્રૉ મેક્સને લૉન્ચ કર્યા હતા. હવે આ ત્રણેય મૉડલને ભારતીય ખરીદી શકશે, કેમકે આજથી નવા આઇફોન માટે પ્રી-બુકિંગ શરૂ થઇ ચૂક્યુ છે. જાણો ક્યાંથી પ્રી-બુકિંગ કરાવી શકાશે આઇફોન્સ.....
ભારતમાં વેચાણ અને પ્રી બુકિંગ.....
iPhone 11, iPhone 11 Pro અને iPhone 11 Pro Max, ત્રણેય આઇફોનનું ભારતમાં વેચાણ આગામી 27મી સપ્ટેમ્બરથી શરૂ થશે, આ માટે પ્રી બુકિંગ 20 સપ્ટેમ્બરથી (આજથી) શરૂ થઇ ગયુ છે.
જો તમે નવા આઇફોન મૉડલ્સને ખરીદવા ઇચ્છતાં હોય તો ઇ-કૉમર્સ કંપની અમેઝોન અને ફ્લિપકાર્ટ પર જઇ શકો છે. આ માટે બન્ને ઇ-કૉમર્સ વેબસાઇટે નવા આઇફોનના પ્રી-બુકિંગ માટે અધિકારીક ટીજર પેજ લાઇવ કરી દીધા છે.
નવા આઇફોનની ભારતમાં શરૂઆતી કિંમત......
આઇફોન 11 - 64,990 રૂપિયા
આઇફોન 11 પ્રૉ - 99,990 રૂપિયા
આઇફોન 11 પ્રૉ મેક્સ - 1,09,000 રૂપિયા



વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
અમદાવાદ
દેશ
Advertisement
