Jioનું 1 રિચાર્જ ને વાપરી શકશે 4 લોકો, દર મહિને 200GB ડેટા, Netflix-Prime પણ ફ્રી, જાણો ધાંસૂ પ્લાન વિશે......
રિલાયન્સ જિઓ પોતાના પ્રીપેડની સાથે પૉસ્ટપેડ યૂઝર્સને પણ બેસ્ટ પ્લાન ઓફર કરી રહ્યું છે. કંપની JioPostPaid Plus અંતર્ગત કુલ 5 પૉસ્ટપેડ પ્લાન ઓફર કરે છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ પોતાના પ્રીપેડની સાથે પૉસ્ટપેડ યૂઝર્સને પણ બેસ્ટ પ્લાન ઓફર કરી રહ્યું છે. કંપની JioPostPaid Plus અંતર્ગત કુલ 5 પૉસ્ટપેડ પ્લાન ઓફર કરે છે. ખાસ વાત છે કે કંપનીનો એક પ્લાન એકસાથે 4 લોકો યૂઝ કરી શકે છે. જો તમારા પરિવારમાં ચાર સભ્યો છે, તો આ પ્લાન તમારા માટે ખુબ કામનો સાબિત થઇ શકે છે, આ પ્લાનની કિંમત 999 રૂપિયા છે. જાણો પ્લાન વિશે....
Jioનો 999 રૂપિયાનો પૉસ્ટપેડ પ્લાન -
જિઓનો આ પૉસ્ટપેડ પ્લાન 999 રૂપિયા મહિનાનો છે, પ્લાનમાં તમને 200 જીબી ડેટા આપવામાં આવે છે, લિમીટ ખતમ થયા બાદ 10 રૂપિયા પ્રતિ જીબીનો ચાર્જ લેવામાં આવે છે. પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ અને 100 એસએમએસ પણ આપવામાં આવે છે.
આમાં એક પ્રાઇમરી સિમની સાથે 3 વધારાના સિમ પણ આપવામાં આવે છે, એટલે કે એકસાથે 4 લોકો એક જ પ્લાનનો ઉપયોગ કરી શકશે. કુલ 200 જીબી ડેટા મળે છે, મતબલ છે કે જો તમામ યૂઝર્સ બરાબર ઉપયોગ કરે તો એક યૂઝર માટે મહિનામાં 50 જીબી ડેટા હોય છે.
અન્ય સુવિધાઓની વાત કરીએ તો પ્લાનમાં 500 જીબી સુધી ડેટા રૉલઓવર પણ કરવાની સુવિધા પણ આપવામાં આવે છે. આની સાથે જ Amazon Prime, Netflix, Disney+ Hotstar, JioTV, JioSecurity અને JioCloud જેવી એપ્સનુ સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે.
આ પણ વાંચો......
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ?
Vastu Tips For TV: ઘરમાં આ દિશામાં લગાવો ટીવી નહી થાય કોઇ નુકસાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે
IND vs ENG: રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત 13 ટી-20 મેચ જીતવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Jail: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને થઈ 2 વર્ષ જેલની સજા, જાણો શું છે મામલો