શોધખોળ કરો

Samsung: સેમસંગે 10 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન, મળશે 50MP કેમેરા, જાણો ફીચર્સ

Samsung Galaxy A06 Smartphone Launched in India: સેમસંગ એ સીરીઝનો આ ફોન સેમસંગ ઈન્ડિયા ઈ-સ્ટોર પર ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં તેને ઈ-કોમર્સ સ્ટોર્સ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Samsung Galaxy A06 Smartphone Launched in India: સેમસંગે ભારતીય બજારમાં વધુ એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોનને Samsung Galaxy A06 નામ આપવામાં આવ્યું છે. આ ફોનને સેમસંગની સત્તાવાર વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. આ હેન્ડસેટમાં ઘણા સારા ફીચર્સ, કેમેરા અને બેટરી આપવામાં આવી છે.

4GB + 128 GB વેરિઅન્ટ 11,499 રૂપિયામાં ઉપલબ્ધ થશે

Samsung Galaxy A06માં 50MP કેમેરા અને 500 mAh બેટરી છે. આ હેન્ડસેટની શરૂઆતની કિંમત 9,999 રૂપિયા રાખવામાં આવી છે, જેમાં 64GB સ્ટોરેજ ઉપલબ્ધ છે. આ સિવાય તેનું 4GB + 128 GB વેરિઅન્ટ 11,499 રૂપિયામાં ઉપલબ્ધ થશે. સેમસંગ એ સીરીઝનો આ ફોન સેમસંગ ઈન્ડિયા ઈ-સ્ટોર પર ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં તેને ઈ-કોમર્સ સ્ટોર્સ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જોકે, કંપનીએ આ અંગે કોઈ તારીખની જાહેરાત કરી નથી.

જાણો Samsung Galaxy A06 ના ફિચર્સ

Samsung Galaxy A06 પાસે 6.7 ઇંચની IPS LCD પેનલ છે, જે HD+ રિઝોલ્યુશન સાથે આવે છે. આમાં યુઝર્સને 60 HZ નો રિફ્રેશ રેટ મળે છે. આ હેન્ડસેટમાં MediaTek Helio G85 ચિપસેટ અને Mali-G52 MP2 GPUનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં 4 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. વધુમાં, તેમાં 1 TB સુધીનું માઇક્રોએસડી કાર્ડ ઇન્સ્ટોલ કરી શકાય છે.

Samsung Galaxy A06 નો કેમેરા સેટઅપ

Samsung Galaxy A06માં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 50MP પ્રાઇમરી કેમેરા અને 2MP સેકન્ડરી કેમેરા છે. આ સેમસંગ ફોન 8 MP સેલ્ફી કેમેરા સાથે આવે છે.

Samsung Galaxy A06 બેટરી અને ચાર્જર

Samsung Galaxy A06 સ્માર્ટફોનમાં 5000 mAh બેટરી છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. તેમાં બ્લૂટૂથ v5.3 GPS અને USB Type-C પોર્ટ પણ છે.

Samsung Galaxy A0 નું OS

તમને જણાવી દઈએ કે આ ફોન One UI 6.1 આધારિત Android 14 પર કામ કરે છે. આ હેન્ડસેટને ત્રણ વર્ષ માટે બે OS અપડેટ અને સુરક્ષા અપડેટ્સ મળશે. અન્ય ફીચર્સની વાત કરીએ તો તેમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક સિસ્ટમ આપવામાં આવી છે.

આ પણ વાંચો-

સ્પેમ કોલને લઈને TRAIની મોટી કાર્યવાહી, 2.75 લાખ ટેલિફોન નંબર ડિસકનેક્ટ, 50 કંપનીઓની સેવાઓ પણ બંધ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ

Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત

Weather News: ઉત્તર ભારતમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો, IMDનું એલર્ટ

અમદાવાદમાં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી પર દરોડો, હુક્કા અને દારૂની બોટલો જપ્ત, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Weather News: ઉત્તર ભારતમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો, IMDનું એલર્ટ
Weather News: ઉત્તર ભારતમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો, IMDનું એલર્ટ
અમદાવાદમાં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી પર દરોડો, હુક્કા અને દારૂની બોટલો જપ્ત, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
અમદાવાદમાં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી પર દરોડો, હુક્કા અને દારૂની બોટલો જપ્ત, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
BMC Election Result 2026: BMCનો 'કિંગ' કોણ? આજે જાહેર કરાશે પરિણામ, ઉદ્ધવ-રાજની પ્રતિષ્ઠા દાવ પર

Job Alert: RBIમાં 10 પાસ માટે ભરતી, ઈન્ડિયન નેવીમાં ઓફિસર બનવાની તક

PM Kisan Yojana: શું બજેટ 2026 અગાઉ સરકાર જાહેર કરી શકે છે PM Kisan યોજનાનો 22મો હપ્તો?

'...તો સેના મોકલી દઈશ', USના આ રાજ્યમાં પ્રદર્શન કરી રહેલા લોકોને ટ્રમ્પની ધમકી

Embed widget