શોધખોળ કરો

Samsung: 8 એપ્રિલે લોન્ચ થશે સેમસંગના બે ધાંસુ ફોન, પ્રી બુકીંગ પર મળશે ખાસ ઓફર

Samsung Galaxy M15 5G: સેમસંગ 8 એપ્રિલે ભારતમાં બે નવા સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ બે ફોનના નામ છે Samsung Galaxy M55 5G અને Samsung Galaxy M15 5G.

Samsung Galaxy M15 5G: સેમસંગ 8 એપ્રિલે ભારતમાં બે નવા સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ બે ફોનના નામ છે Samsung Galaxy M55 5G અને Samsung Galaxy M15 5G. આ બંને ફોનના લોન્ચ પહેલા સેમસંગે Samsung Galaxy M15 5Gનું પ્રી-બુકિંગ શરૂ કરી દીધું છે. જો યુઝર્સ ઈચ્છે તો ફોનને લોન્ચ કરતા પહેલા જ પ્રી-બુક કરી શકે છે. ચાલો તમને આ વિશે સંપૂર્ણ માહિતી આપીએ.

ફોનનું પ્રી-બુકિંગ શરૂ 
Samsung Galaxy M15 5G ખાસ કરીને Amazon India પ્લેટફોર્મ પર વેચવામાં આવશે. તમને જણાવી દઈએ કે સેમસંગ આ ફોન સાથે યુઝર્સને ચાર્જિંગ એડેપ્ટર આપશે નહીં, તેના માટે યુઝર્સને અલગથી 1,299 રૂપિયા ખર્ચવા પડશે. જો કે, જે યુઝર આ ફોનને પ્રી-બુક કરાવશે તે આ ફોનનું ચાર્જિંગ એડેપ્ટર માત્ર રૂ. 299માં મળશે. આવી સ્થિતિમાં યુઝર્સને 1000 રૂપિયાની બચત થશે.

સેમસંગે એમેઝોન ઇન્ડિયા પ્લેટફોર્મ પર આ ફોનનું પ્રી-બુકિંગ શરૂ કરી દીધું છે. આ ફોનને પ્રી-બુક કરવા માટે, વપરાશકર્તાઓ પાસે તેમના Amazon Pay બેલેન્સમાં 999 રૂપિયા હોવા જરૂરી છે. તે પછી, વપરાશકર્તાઓ આ ફોનને પ્રી-બુક કરી શકશે અને ત્યારબાદ 8 એપ્રિલે બપોરે 12 વાગ્યાથી 11:59 વાગ્યા સુધી, વપરાશકર્તાઓ તેમની ખરીદી પૂર્ણ કરી શકશે અને ફોનને તેમના ઘરે મંગાવી શકશે.

જ્યારે તમે સંપૂર્ણ રકમ ચૂકવીને ફોન ખરીદી લેશે, ત્યારે તમે ચૂકવેલ રૂ. 999 તમારા Amazon Pay બેલેન્સમાં રિફંડ કરવામાં આવશે. તે જ સમયે, જો તમે તમારું પ્રી-બુકિંગ રદ કરો છો, તો પણ તમારા Amazon Pay વૉલેટમાં 999 રૂપિયા રિફંડ કરવામાં આવશે.

Samsung Galaxy M15 5G ની વિશિષ્ટતાઓ
કંપનીએ આ ફોનના લોન્ચિંગ પહેલા જ તેના ઘણા સ્પેસિફિકેશન જાહેર કર્યા છે. કંપનીએ આ ફોનને બે વેરિઅન્ટમાં લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. પહેલું વેરિઅન્ટ 4GB + 128GB અને બીજું 6GB + 128GB હશે. આ ફોનમાં 6.5 ઇંચની સેમોલેડ ડિસ્પ્લે હશે, જેનો રિફ્રેશ રેટ 90Hz હશે. આ સ્ક્રીનની પીક બ્રાઈટનેસ 800 nits હશે. આ ફોનમાં પ્રોસેસર માટે MediaTek Dimensity 6100+ ચિપસેટ આપવામાં આવી છે, જે ગ્રાફિક્સ માટે GPU સાથે આવે છે.

આ ફોન Android 14 OS પર આધારિત OneUI 6.1 પર ચાલશે અને 4 Android OS અપડેટ્સ અને 5 વર્ષનાં સુરક્ષા પેચ અપડેટ્સ સાથે આવશે. આ ફોનના પાછળના ભાગમાં 50MP+5MP+2MP કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જે LED ફ્લેશ લાઇટ સાથે આવે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનમાં 13MP ફ્રન્ટ કેમેરા છે. ફોનમાં 6000mAh બેટરી છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. જોકે, કંપની આ ફોન સાથે ચાર્જિંગ એડેપ્ટર આપતી નથી. કંપની આ ફોનને ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ કરશે.

ટોપ સ્ટોરી

OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક
OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક
Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ
Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ
GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક
GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
Embed widget