Tips: ભૂલથી ડિલીટ થઇ જાય Google Photosમાંથી ફોટોઝ તો ચિતા નહીં, આ સરળ ટિપ્સથી કરો રિક્વર, જાણો.......
અહીં ધ્યાન રાખવાની વાત એ છે કે જો તમે આ ફોટોઝને બે મહિના બાદ રિક્વર કરશો તો થોડી મુશ્કેલી પડી જશે. એટલે કે એક મહિના બાદ આ રિક્વર નહીં થઇ શકે.
નવી દિલ્હીઃ ફોટો આપણા માટે ખાસ હોય છે, અને જ્યારે ફોટોઝ ડિલીટ થઇ જાય છે તો બહુજ ખરાબ લાગે છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેક જાયન્ટ Google Photos માંથી જો તમારે કોઇ ફોટોઝ ડિલીટ થઇ ગયા છે, તો તમે તેમને પાછા હાંસલ કરી શકો છો. આ માટે આજે અમે તમને કેટલીક ખાસ ટિપ્સ બતાવી રહ્યાં છીએ. પરંતુ અહીં ધ્યાન રાખવાની વાત એ છે કે જો તમે આ ફોટોઝને બે મહિના બાદ રિક્વર કરશો તો થોડી મુશ્કેલી પડી જશે. એટલે કે એક મહિના બાદ આ રિક્વર નહીં થઇ શકે.
આ રીતે ફોટોઝને કરો રિક્વર-
સૌથી પહેલા પોતાના સ્માર્ટફોનમાં Google Photos App પર ક્લિક કરો.
હવે સ્ક્રીનની વચ્ચે જઇને લાયબ્રેરી ટેબ પર જાઓ.
આટલુ કર્યા બાદ ટૉપમાં ટ્રેશ ફૉલ્ડર દેખાશે. જ્યાં તમને ડિલીટ થયેલા ફોટોઝ દેખાશે.
હવે ફોટોઝ અને વીડિયોને હૉલ્ડ કરીને તેને રિસ્ટૉર પર ક્લિક કરી દો.
આ રીતે તમારા ફોટોઝ રિક્વર થઇ જશે.
આ રીતે હાઇડ કરો ફોટોઝ-
ગૂગલ ફોટોઝના આ ફિચરને યૂઝ કરવા માટે લાયબ્રેરીમાં જઇને યૂટિલિટીઝમાં જવુ પડશે. આ પછી લૉક્ડ ફૉલ્ડરમાં જઇને આ ખાસ લૉક્ડ ફૉલ્ડરનો યૂઝ કરી શકો છો. આ ફૉલ્ડરનો એકવાર યૂઝ કર્યા બાદ તે પોતાના ફોટોઝને પોતાની લાયબ્રેરીમાંથી એડ કરી શકો છો.
આ રીતે પણ કરી શકશો યૂઝ-
આ ઉપરાંત આ ફિચરનો યૂઝ કરવા માટે ડાયરેક્ટ ગૂગલ કેમેરા એપનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે યૂઝર્સને કેમેરા એપ ઓપન કરવી પડશે અને ટૉપમાં રાઇડ સાઇડમાં ગેલેરી આઇકૉન પર ક્લિક કરવુ પડશે. આ બાદ લિસ્ટમાં લૉક્ડ ફૉલ્ડરને સિલેક્ટ કરવુ પડશે.
આ પણ વાંચો.....
Horoscope Today 23 June 2022: આ બંને રાશિએ આજે આ કામ ન કરવું થશે નુકસાન, જાણો આજનું રાશિફળ
Weight Loss With Sleep: સારી ઊંઘ વિના વજન નહીં ઘટે, જાણો ઊંઘ અને વજન વચ્ચે શું છે કનેક્શન