શોધખોળ કરો
Advertisement
કંપનીના સીઇઓની સ્ટાફને મોટી ઓફર, કહ્યું- કર્મચારીઓ ઇચ્છે તો હંમેશા માટે વર્ક ફ્રૉમ હૉમ કરી શકે છે
જેક ડોર્સીએ પોતાના સ્ટાફને હંમેશા માટે ઘરેથી કામ કરવા માટેનો એક મોટો ઓપ્શન આપી દીધી છે. તેમને કહ્યું કે કર્મચારીઓ ઇચ્છે તો હંમેશા માટે વર્ક ફ્રૉમ હૉમ કરી શકે છે
નવી દિલ્હીઃ લૉકડાઉનના કારણે હાલમાં કેટલીય નાની-મોટી કંપનીના કર્મચારીઓ વર્ક ફ્રૉમ હૉમ કરી રહ્યાં છે. કૉવિડ-19થી બચવા માટેનો એકમાત્ર ઇલાજ સોશ્યલ ડિસ્ટન્સિંગ છે, જેના કારણે મોટાભાગના કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યાં છે. હવે આને ધ્યાનમાં લઇને ટ્વીટરના સીઇઓ જેક ડોર્સીએ મોટી જાહેરાત કરી દીધી છે.
જેક ડોર્સીએ પોતાના સ્ટાફને હંમેશા માટે ઘરેથી કામ કરવા માટેનો એક મોટો ઓપ્શન આપી દીધી છે. તેમને કહ્યું કે કર્મચારીઓ ઇચ્છે તો હંમેશા માટે વર્ક ફ્રૉમ હૉમ કરી શકે છે.
ટ્વીટરે આ પગલુ ફેસબુક, આલ્ફાબેટ (ગૂગલ) અને અન્ય મોટી મલ્ટીનેશનલ કંપનીઓના બાદ ઉઠાવ્યુ છે. આ કંપનીઓએ પહેલાથી જ પોતાના બધા કર્મચારીઓને આ વર્ષના અંત સુધી ઘરે રહીને જ કામ કરવાનુ કહી દીધુ છે.
ડોર્સીએ મંગળવારે પોતાના બધા કર્મચારીઓને એક ઇમેલ મોકલ્યો, જેમાં કર્મચારીઓને અનિશ્ચિતકાળ સુધી ઘરેથી કામ કરવાનો વિકલ્પ આપ્યો છે. જોકે આ ઓપ્શન ઓફિસના સફાઇકર્મીઓ અને રખરખાવ કરનારાઓ માટે લાગુ નહીં થાય, પણ જે લોકો ઓનલાઇન કૉમ્પ્યુટર પર કામ કરે છે, તેમને લાગુ થશે.
ટ્વીટરના પ્રવક્તાએ મીડિયાને કહ્યું કે, અમે વિચારશીલ રહ્યાં છીએ, અમે એ કંપનીઓમાંથી છીએ જેને પહેલા વર્ક ફ્રૉમ હૉમ મૉડલ શરૂ કર્યુ હતુ. ડોર્સીએ કહ્યું ઓફિસ સપ્ટેમ્બર પહેલા ખુલવાની કોઇ સંભાવના નથી, ટ્વીટર પોતાના પહેલા 5000 કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવાનુ અનિવાર્ય કરનારી પહેલી ટેક કંપનીમાંની એક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement