લેટેસ્ટ કેમેરા સેટઅપ વાળા આ ફોનની કિંમતમાં થયો ધરખમ ઘટાડો, જાણો શું છે નવી કિંમત
ઇ-કોમર્સ વેબસાઇટ્સ અમેઝોન અને ફ્લિપકાર્ટ પર આ સ્મા્ર્ટફોનને ઓછી કિંમત સાથે લિસ્ટ કરી દેવામાં આવ્યો છે. કંપનીએ આ ફોન પર લગભગ 2000 રૂપિયા ઓછી કરી દીધી છે. ત્યારપછી Vivo V20ના 8GB રેમ+ 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 24990થી ઘટાડીને 22,990 રૂપિયા કરી દેવામાં આવી છે.
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની વીવોએ પોતાના Vivo V20ની કિંમત ઘટાડી દીધી છે. ઇ-કોમર્સ વેબસાઇટ્સ અમેઝોન અને ફ્લિપકાર્ટ પર આ સ્મા્ર્ટફોનને ઓછી કિંમત સાથે લિસ્ટ કરી દેવામાં આવ્યો છે. કંપનીએ આ ફોન પર લગભગ 2000 રૂપિયા ઓછી કરી દીધી છે. ત્યારપછી Vivo V20ના 8GB રેમ+ 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 24990થી ઘટાડીને 22,990 રૂપિયા કરી દેવામાં આવી છે. વળી આના 8GB રેમ+ 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટને તમે 27490ના બદલે 25,490 રૂપિયામાં ઓર્ડર કરી શકશો.
આ છે સ્પેશિફિકેશન્સ....
Vivo V20 ફોનમાં 6.44 ઇંચની ફૂલ એચડી AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં ફનટચ ઓએસ 11 વિધ એન્ડ્રોઇડ 11 આપવામાં આવી છે. ફોન ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 720G પ્રૉસેસર વાળો છે. ફોનને બે વેરિએન્ટમાં 8GB + 128GB અને 8GB + 256GBમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. આને એક TB સુધી વધારી શકાય છે. સિક્યૉરિટી માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે.
કેમેરા...
Vivo V20ના કેમેરાની વાત કરીએ તે આ ફોનમાં કેમેરો એકદમ શાનદાર છે. ફોનમાં 44 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે, જે સેગમેન્ટ ફર્સ્ટ આઇ-ઓટો ફોકસ એલ્ગૉરિધમની સાથે આવે છે. આમાં સ્ટાન્ડર્ડ 32 મેગાપિક્સલના કેમેરાથી 37.5 ટકા વધુ પિક્સલ મળશે. ફ્રન્ટ કેમેરામાં આર્ટ અને પોટ્રેટ વીડિયો, સ્લૉ મૉશન સેલ્ફી વીડિયો, 4k સેલ્ફી વીડિયો અને ઓરા સ્ક્રીન લાઇટની સાથે નાઇટ સેલ્ફી 2.0 જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. ફોન ડ્યૂલ વ્યૂ વીડિયો ફિચર વાળો છે. જેમાં એક જ સમયે એકજ સમય પર ફ્રન્ટ-રિયર બન્ને કેમેરાથી રેકોર્ડિંગ કરી શકાશે. ઇ-કોમર્સ વેબસાઇટ્સ અમેઝોન અને ફ્લિપકાર્ટ પર આ સ્મા્ર્ટફોનને ઓછી કિંમત સાથે બતાવવામાં આવ્યો છે. આ ફોન માર્કેટમાં બીજા કેટલાક ફોનને જબરદસ્ત ટક્કર આપી રહ્યો છે. વીવોનો આ ફોનને રિયલમીના રિયલમી 7 પ્રૉને ટક્કર આપવા માટે માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે.