શોધખોળ કરો

હવે રશિયામાં નહીં ચાલે WhatsApp, સરકારે લગાવ્યો પ્રતિબંધ, કરોડો યૂઝર્સ થશે પ્રભાવિત

WhatsApp એ જણાવ્યું છે કે રશિયાએ તેની સેવાને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવાનો પ્રયાસ કર્યો છે. કંપનીની કોલિંગ સેવા ત્યાં પહેલાથી જ પ્રતિબંધિત હતી. બીજી તરફ, રશિયાનું કહેવું છે કે કંપનીએ કાયદાઓનું પાલન કરવું જ પડશે.

TECH NEWS: રશિયા અને અમેરિકન કંપનીઓ વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. તાજેતરના કિસ્સામાં, WhatsAppએ જણાવ્યું છે કે રશિયાએ તેની સર્વિસ પર સંપૂર્ણ પ્રતિબંધ (Complete Ban) મૂકવાનો પ્રયાસ કર્યો છે. કંપનીના પ્રવક્તાએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, અમે યુઝર્સને કનેક્ટેડ રાખવા માટે તમામ શક્ય પ્રયાસો કરીશું. ઉલ્લેખનીય છે કે WhatsAppની કેટલીક સેવાઓ રશિયામાં પહેલાથી જ પ્રતિબંધિત છે અને હવે તાજેતરના અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે તેને સંપૂર્ણપણે બ્લોક કરી દેવામાં આવ્યું છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે રશિયાના કોમ્યુનિકેશન વોચડોગ Roskomnadzor એ WhatsAppને ઓનલાઇન ડિરેક્ટરીમાંથી હટાવી દીધું છે. અહીં અંદાજે 10 લાખ યુઝર્સ વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે.

રશિયા કેમ આટલું કડક વલણ અપનાવી રહ્યું છે?

યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદથી રશિયા અમેરિકન કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યું છે. આ ઉપરાંત, ત્યાંની સરકાર ઈચ્છે છે કે તેના વધુને વધુ નાગરિકો સરકારી એપ MAX નો ઉપયોગ કરે. જોકે, ટીકાકારોનું કહેવું છે કે સરકાર આ એપ દ્વારા નાગરિકોને ટ્રેક કરવા માંગે છે.

રશિયામાં WhatsAppના આ ફીચર્સ પહેલાથી જ બ્લોક છે

રશિયાએ ગયા વર્ષે WhatsApp અને Telegram ની કોલિંગ સેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. રશિયાનું કહેવું છે કે આ બંને પ્લેટફોર્મ ફ્રોડ અને આતંકવાદના કેસમાં કાયદાકીય એજન્સીઓ સાથે માહિતી શેર કરી રહ્યા નથી. તેવી જ રીતે, રશિયાએ ડિસેમ્બરમાં એપલની ફેસટાઇમ (FaceTime) અને સ્નેપચેટ (Snapchat) પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આદેશમાં જણાવાયું હતું કે આ એપ્સનો ઉપયોગ છેતરપિંડી કરવા અને આતંકવાદી ગતિવિધિઓના આયોજન તેમજ તેને અંજામ આપવા માટે કરવામાં આવી રહ્યો હતો.

પ્રતિબંધ હટાવવા અંગે સરકાર શું કહી રહી છે?

રશિયન સરકારનું કહેવું છે કે જો મેટા (Meta) તેના નિયમોનું પાલન કરશે તો પ્રતિબંધ હટાવવા પર વિચાર થઈ શકે છે. ક્રેમલિનના પ્રવક્તાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું WhatsApp પરથી પ્રતિબંધ હટાવવામાં આવશે, ત્યારે તેમણે કહ્યું કે આ કાયદો માનવાનો પ્રશ્ન છે. જો મેટા કાયદાનું પાલન કરે અને રશિયન અધિકારીઓ સાથે વાતચીત શરૂ કરે તો કોઈ સમજૂતી થઈ શકે છે. બીજી તરફ, જો મેટા રશિયાના કાયદા માનવા તૈયાર નહીં થાય, તો WhatsApp પરથી પ્રતિબંધ હટવાની કોઈ શક્યતા નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget