Gmail યૂઝર્સ માટે સારા સમાચાર, ગૂગલે આ ખાસ સર્વિસ જૂન સુધી ફ્રીમાં આપવાની કરી જાહેરાત
ગૂગલે (Google) ટ્વીટ કરીને જણાવ્યું કે, Gmail યૂઝર્સ માટે ગૂગલ મીટ ( Google Meet) પર આપવામાં આવતી વીડિયો કોલિંગ સેવા જૂન સુધી ફ્રી રહેશે. યૂઝર્સ 24 કલાક સુધી આ સેવાનો લાભ લઈ શકશે.
નવી દિલ્હી: જો તમે Gmail યૂઝર છો તો આ સમાચાર તમારા માટે છે. ગૂગલ (Google)એ Gmail યૂઝર્સ માટે પોતાની એક ખાસ સર્વિસ ફ્રીમાં આપવાની જાહેરાત આપી છે. મહત્વની સેવા Google Meet ગૂગલે હવે જૂન સુધી યૂઝર્સ માટે ફ્રી કરી દીધી છે. જૂન બાદ ગૂગલ આ સર્વિસનો ચાર્જ લેશે.
ગૂગલે (Google) ટ્વીટ કરીને જણાવ્યું કે, Gmail યૂઝર્સ માટે ગૂગલ મીટ ( Google Meet) પર આપવામાં આવતી વીડિયો કોલિંગ સેવા જૂન સુધી ફ્રી રહેશે. યૂઝર્સ 24 કલાક સુધી આ સેવાનો લાભ લઈ શકશે.
કંપની આ માટે યુઝર્સ પાસેથી કોઈ પૈસા લેશે નહીં. જો કે, એવી સંભાવનાઓ છે કે જો યૂઝર્સ આ સેવાનો ઉપયોગ 24 કલાકથી વધુ સમય માટે કરશે તો પૈસા ચૂકવવા પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગૂગલે ગયા વર્ષે વિડિયો કોલિંગ ( Video calling) સર્વિસ ગૂગલ હેંગઆઉટ (Google Hangout)નું બદલીને ગૂગલ મીટ ( (Google Meet)માં કરી દીધું હતું. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ગૂગલે તમામ જીમેલ વપરાશકર્તાઓ માટે આ Video calling સેવા ફ્રિ કરી હતી. તેના બાદ ગૂગલે માર્ચ 2021 સુધી ગૂગલ મીટ સેવાને વધારવાની જાહેરાત કરી હતી. ત્યારે ગૂગલે ફરી જૂન સુધી આ સેવાને મફત રાખવાની જાહેરાત કરી છે.
ગૂગલ મીટ (Google Meet)ને iOS અને એન્ડ્રોઈડ (Android) ફોનમાં ફ્રીમાં ઉપયોગ કરી શકાય છે અને આ સર્વિસમાં વધારેમાં વધારે 49 લોકો જોડાઈ શકે છે. ગત વર્ષે લોકડાઉન દરમિયાન ગૂગલે પોતાના વીડિયો કોલિંગ ફીચર સાથે જીમેલને વધુ આકર્ષક બનાવવા માટે ગૂગલ મીટને તૈયાર કર્યું હતું.
YouTubeનું ડિસલાઇક ફિચર હવે નહીં દેખાય
Googleના વીડિયો પ્લેટફોર્મ YouTube પર બહુ જલ્દી એક ખાસ ફિચર આવી શકે છે. જેના દ્વારા યૂઝર્સ યુટ્યૂબ પર મળેલા ડિસલાઇકને બીજાઓથી હાઇડ કરી શકશે. કંપની વીડિયો મેકર્સને નિરાશાથી બચાવવા માટે આ ફિચર લઇને આવી રહી છે. આવુ એટલા માટે કરવામા આવી રહ્યું છે કેમકે કંપનીનુ માનવુ છે કે કેટલાક લોકો જાણીજોઇને ક્રિએટર્સ અને ચેનલના વીડિયોના રેટિંગને નીચે પાડવા માટે આવુ કરતા હોય છે. આમાં કેટલીય પૉલિટિકલ ઓર્ગેનાઇઝેશન પણ સામેલ છે, જે પોતાના વિપક્ષીઓના યુટ્યૂબ વીડિયોને જાણી જોઇને ડિસ્લાઇક કરે છે.
એક રિપોર્ટનુ માનીએ તો જાણી જોઇને કરવામા આવેલા ડિસલાઇક પર લગામ લગાવવા માટે કંપની આ ફિચર લાવી રહી છે. હજુ YouTubeના લાઇક અને ડિસલાઇક મેકર્સના પેજ પર સ્પષ્ટરીતે દેખાઇ રહ્યાં છે. પરંતુ આ ફિચર આવ્યા બાદ માત્ર લાઇક બટન જ દરેકને દેખાશે.
આ પણ વાંચો.....
FB પર પોસ્ટ મૂકતાં પહેલાં વિચારજો, હવે વાંધાજનક પોસ્ટ મૂકી તો જાણો શું લેવાશે આકરાં પગલાં ?