શોધખોળ કરો
Advertisement
Tik Tokને ટક્કર આપવા Mitron App લૉન્ચ, અત્યાર સુધી 50 લાખથી વધુ લોકોએ કરી ડાઉનલોડ
હાલમાંજ ટિક ટૉકર્સ અને યૂટ્યૂબર્સ વચ્ચે થયેલા વિવાદ બાદ યૂઝર્સ મિત્રો એપ પર સ્વિચ કરવા લાગ્યા છે. યૂઝર્સનું કહેવું છે કે, અમે આપણા દેશની એપને સપોર્ટ કરીશું.
નવી દિલ્હી : લૉકડાઉન વચ્ચે સૌથી વધુ લોકપ્રિય બનેલી Tik Tok એપને ટક્કર આપવા માટે સ્વદેશી વીડિયો એપ Mitron માર્કેટમાં લોન્ચ થઈ ગઈ છે. મિત્રો એપ ભારતીય એપ છે જે ટિક ટોકની જેમ કામ કરે છે. આ એપને અત્યાર સુધી 50 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે અને તે ખુબજ ઝડપથી લોકપ્રિય એપ બની રહી છે.
હાલમાંજ ટિક ટૉકર્સ અને યૂટ્યૂબર્સ વચ્ચે થયેલા વિવાદ બાદ યૂઝર્સ મિત્રો એપ ડાઉન કરવા કરવા લાગ્યા છે. યૂઝર્સનું કહેવું છે કે, અમે આપણા દેશની એપને સપોર્ટ કરીશું. આ એપ એક મહિના પહેલા જ લોન્ચ થઈ હતી. અહેવાલ અનુસાર આ એપ આઈઆઈટી રૂડકીના વિદ્યાર્થી શિવાંક અગ્રવાલે બનાવી છે.
ગૂગલ પ્લે સ્ટોર પર ફ્રી એપ સર્ચ કરવા પર મિત્રો એપ સાતમાં નબરે આવે છે. આ લિસ્ટમાં પ્રથમ નંબરે આરોગ્ય સેતુ એપ છે જ્યારે બીજા નંબરે ટિકટોક છે. જો રેટિંગની વાત કરીએ તો મિત્રો એપ ટિક ટૉક કરતા વધારે રેટિંગ મળી છે, ટિક ટૉકને 1.6 રેટિંગ મળી છે, જ્યારે મિત્રો એપને 4.7 રેટિંગ મળી છે.
પીએમ મોદી હંમેશા પોતાના ભાષણોમાં મિત્રો શબ્દોનો ઉપયોગ કરે છે. તેનાથી ઈન્સ્પાયર થઈને એપનું નામ રાખવામાં આવ્યું છે. જો કે, એપમાં અનેક ખામીઓ પણ છે, જેને યૂઝર્સે ઠીક કરવાની માંગ કરી છે. આ એપ હાલમાં એન્ડ્રોઈડ યૂઝર્સ માટે છે, આઈઓએસ માટે ઉપલબ્ધ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement