Reel જોવામાં હવે આવશે વધુ મજા! Instagram પર આવી રહ્યું છે TikTok નું આ ફીચર
Reels જોવાના શોખીન લોકોને મજા આવશે. હવે instagram એક એવું ફીચર લાવી રહ્યું છે, જેના પછી યુઝર્સ રીલ્સ બંધ કર્યા વિના અન્ય એપ્સનો ઉપયોગ કરી શકશે.
Reels જોવાના શોખીન લોકોને મજા આવશે. હવે instagram એક એવું ફીચર લાવી રહ્યું છે, જેના પછી યુઝર્સ રીલ્સ બંધ કર્યા વિના અન્ય એપ્સનો ઉપયોગ કરી શકશે. એટલે કે, હવે તમે કોઈને મેસેજ કરવા માંગતા હોય કે ઓનલાઈન શોપિંગ કરવા માંગતા હોય તમે આ કામ સાથે રીલ્સ પણ જોઈ શકશો. આ માટે, ઇન્સ્ટાગ્રામમાં ટિકટોક જેવું પિક્ચર-ઇન-પિક્ચર (PiP) ફીચર આવવાનું છે. તેનું ટેસ્ટિંગ હાલમાં ચાલી રહ્યું છે અને તે આગામી થોડા અઠવાડિયામાં રોલઆઉટ કરવામાં આવશે.
આ ફેરફાર નવા ફીચર સાથે થશે
આ નવા ફીચરને સક્ષમ કર્યા પછી, instagram એપમાંથી બહાર નીકળ્યા પછી પણ રીલ્સ નાની વિન્ડોમાં ચાલતી રહેશે. યુઝર પાસે સેટિંગ્સ મેનૂમાં ટૉગલ કરીને આ ફીચરને ઈનેબલ/ડીસેબલ કરવાનો વિકલ્પ હશે. આ ફીચરની મદદથી instagram એંગેજમેન્ટ વધારવા અને યુઝરને લાંબા સમય સુધી તેના પ્લેટફોર્મ પર રાખવા માંગે છે. તમને જણાવી દઈએ કે આ ફીચર ઘણા સમયથી ટિકટોકમાં ઉપલબ્ધ છે અને હવે લાંબા સમય સુધી રાહ જોયા પછી instagram યુઝર્સ માટે પણ PiP મોડ આવવાનું છે. આ પછી, રીલ્સ જોવાની મજા વધુ આવશે.
આ કારણે આ ફીચરની પડી જરૂર
ટૂંકા વિડીયોને કારણે લોકોનું ધ્યાન ઓછું થઈ રહ્યું છે અને તેઓ એકસાથે ઘણી વસ્તુઓ કરવા માંગે છે. આવી સ્થિતિમાં આ સુવિધાની મદદથી, લોકો રીલ્સ જોઈ શકશે અને સાથે જ ફોન પર તેમના અન્ય કામ પણ પૂર્ણ કરી શકશે. કંપનીની વ્યૂહરચના એ છે કે યુઝરને શક્ય તેટલા લાંબા સમય સુધી તેના પ્લેટફોર્મ પર રાખવામાં આવે. આ નવી સુવિધા આ વ્યૂહરચના હેઠળ લેવામાં આવેલ એક પગલું છે. તમને જણાવી દઈએ કે ભારતમાં TikTok પર પ્રતિબંધ છે, પરંતુ ઘણા દેશોમાં Instagram TikTok તરફથી સખત સ્પર્ધાનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં કંપની પર તેના સ્પર્ધકોથી આગળ રહેવા માટે ઘણું દબાણ છે.
જ્યારે તમે ઇન્સ્ટાગ્રામ Reels જોઈ રહ્યા હોય ત્યારે જો PiP ફીચર ચાલુ હોય તો Reels વિડીયો નાની વિન્ડોમાં ચાલતો રહેશે. એપને મિનિમાઇઝ કર્યા પછી પણ આ વિન્ડો સ્ક્રીન પર દેખાશે, જેનાથી તમે વિડીયો બંધ કર્યા વિના અન્ય કાર્યો કરી શકશો. હાલમાં, આ ફીચર પસંદગીના યુઝર્સને પોપ-અપ મેસેજના રૂપમાં મળી રહ્યું છે, જેના પર 'Try Picture in Picture'લખવામાં આવ્યું છે.





















