Apple iPhone: આવતા મહિનાની 1લી તારીખથી આઇફોનનુ આ પૉપ્યૂલર મૉડલ થઇ જશે બંધ, જાણો વિગતે
રિપોર્ટ અનુસાર, એપલે આઇફોન 5cના સંબંધમાં ઓથોરાઇઝ્ડ એપલ રિસેલર્સ (Authorised Apple Resellers) ને એક મેમો મોકલ્યો છે,
iPhone 5c: એપલના આઇફોન લવર્સ માટે આવતા મહિને એક ખરાબ સમાચાર આવશે, એપલ કંપની પોતાના જુના મૉડલને ધીમે ધીમે બંધ કરી રહી છે, આ કડીમાં આવતા મહિનાની પહેલી તારીખ એટલે કે 1લી નવેમ્બરથી વધુ એક આઇફોન મૉડલને બંધ કરી દેવામાં આવશે. રિપોર્ટ અનુસાર, એપલ આઇફોન 5cના સેલને પુરેપુરી રીતે બંધ કરી દેશે. આ માટે તૈયારીઓ પણ થઇ ચૂકી છે. આ મૉડલને હજુપણ મોટા પ્રમાણમાં લોકો યૂઝ કરી રહ્યાં છે.
રિપોર્ટ અનુસાર, એપલે આઇફોન 5cના સંબંધમાં ઓથોરાઇઝ્ડ એપલ રિસેલર્સ (Authorised Apple Resellers) ને એક મેમો મોકલ્યો છે, જેમાં એવુ મેન્સન કરવામા આવ્યુ છે કે આઇફોન 5cને 1 નવેમ્બરથી ઓબ્સલીટ પ્રૉડક્ટ લિસ્ટ (Obsolete Product List) માં માર્ક કરી દેવામાં આવશે. આ પહેલા પણ એપલે આઇફોન 5cને લઇને એક મોટો ફેંસલો કર્યો હતો, જે અંતર્ગત ઓક્ટોબર, 2020માં આઇફોનના આ મૉડલને વિન્ટેજ લિસ્ટ (Vintage List)માં નાંખી દેવામાં આવ્યુ હતુ, જાણો આના વિશેની માહિતી......
એપલની વિન્ટેજ અને ઓબ્સલીટ કેટેગરી -
સ્માર્ટફોન નિર્માતા એપલ કંપની પોતાની પ્રૉડક્ટ્સની સેલને નૉર્મલી બે રીતે ડિસકન્ટીન્યૂ કરે છે, પહેલી છે વિન્ટેજ (Vintage) અને બીજુ છે ઓબ્સલીટ (Obsolete). જેમ કે ઉપર બતાવ્યા પ્રમાણે ને સૌથી પહેલા વિન્ટેજ કેટેગરીમાં નાંખવામાં આવ્યો હતો, તેનો અર્થ છે કે આ ફોનની સર્વિસ (Service) અને રિપેર પ્રૉગ્રામ (Repair Program)ને લિમીટેડ કરી દેવામાં આવ્યો હતો.
શું હોય છે વિન્ટેજ અને અપ્રચલિત-
એપલે પોતાની જુની પ્રૉડક્ટ માટે બે કેટેગરી બનાવી રાખી છે, એક છે વિન્ટેજ (Vintage) તો બીજી છે અપ્રચલિત (Obsolete). આને સમય સમય પર અપડેટ કરવામા આવે છે. એપલ અનુસાર, કોઇ પ્રૉડક્ટ્સને 'વિન્ટેજ' ત્યારે માનવામાં આવે છે, જ્યારે કંપનીએ તેને 5 વર્ષથી વધુ સમય સુધી સેલ્સ માટે ડિસ્ટ્રિબ્યૂટ કરવાનુ બંધ કરી દીધુ હોય. આ ઉપરાંત કોઇ ડિવાઇસને 'અપ્રચલિત' ત્યારે માનવામાં આવે છે જ્યારે કંપનીએ તેને 7 વર્ષથી વધુ સમયથી વેચાણ માટે ડિસ્ટ્રીબ્યૂટ કરવાનુ બંધ કરી દીધુ હોય.
અહીં સમજવુ પણ જરૂરી છે કે વિન્ટેજ (Vintage) કેટેગરી વાળી પ્રૉડક્ટ્સ હાર્ડવેર સર્વિસ માટે એલિજિબલ હોય છે. પરંતુ તેને જલદી બંધ થવાનો ખતરો રહે છે. વળી અપ્રચલિત (Obsolete) કેટેગરીની પ્રૉડક્ટ હાર્ડવેર સર્વિસ માટે અલિજિબલ નથી હોતી. એટલે કે તે ફોન કે ડિવાઇસ યૂઝલેસ થઇ જાય છે.