Jioનો નવો એન્ટરટેન્ટમેન્ટ ડૉઝ, અનલિમીટેડ 5G ડેટા પ્લાનમાં મળશે Sony Liv અને Zee5નુ ફ્રી સબસ્ક્રીપ્શન
આજકાલ 5જીનો જમાનો છે અને આનો ફાયદો પણ લોકો હવે ઓટીટી પ્લેટફોર્મ પર ઉઠાવી રહ્યાં છે. જો તમને કોઈ કહે કે તમને મોબાઈલના 5G ડેટા પ્લાનની સાથે OTT પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શન પણ મળશે
Tech News: આજકાલ 5જીનો જમાનો છે અને આનો ફાયદો પણ લોકો હવે ઓટીટી પ્લેટફોર્મ પર ઉઠાવી રહ્યાં છે. જો તમને કોઈ કહે કે તમને મોબાઈલના 5G ડેટા પ્લાનની સાથે OTT પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શન પણ મળશે, તો તમે તેને મજાક તરીકે લઈ શકો છો, પરંતુ અહીં અમે તમને Jioના આવા જ એક પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમને અનલિમિટેડ 5G ડેટા મળશે. આ પ્લાન અત્યારે ઉપલબ્ધ થશે, અને આમાં તમને Sony Liv અને Zee5 જેવા OTT પ્લેટફોર્મનું મફત સબ્સ્ક્રિપ્શન મળશે. મહત્વનું છે કે, ટ્રાઈએ Jio અને Airtelને અનલિમિટેડ ડેટાના નિયમો અને શરતોને સ્પષ્ટ રીતે સમજાવવા માટે નિર્દેશ આપ્યો છે. આ કિસ્સામાં ગ્રાહકને અનલિમીટેડ 5G ડેટા એટલે કે 30 દિવસ માટે મહત્તમ 300GB ડેટા મળશે.
909 રૂપિયા વાળા પ્લાનના ફાયદા
Jioના 909 રૂપિયાના પ્લાનમાં ડેઇલી 2GB ડેટા ઓફર કરવામાં આવશે. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. મતલબ, તમને 84 દિવસ માટે દરરોજ મહત્તમ 2 GB ડેટા આપવામાં આવશે. તેમજ દરરોજ 100 SMSની સુવિધા પણ આપવામાં આવશે. આ પ્લાનમાં તમને Sony LIV, Zee 5 અને Jio TVનું ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવશે. આ ઉપરાંત Jio Cinema અને Jio Cloud પર એક્સેસ આપવામાં આવશે.
જલદી લૉન્ચ થશે 5G રિચાર્જ પ્લાન
ખાસ વાત છે કે, Jio દ્વારા એક વર્ષ પહેલા 5G નેટવર્ક રૉલઆઉટ કરવામાં આવ્યું છે. 5G સેવા દેશના મોટાભાગના સ્થળોએ ઉપલબ્ધ છે. હાલમાં, Jio અને Airtel બંને દ્વારા ફ્રી 5G ડેટા ઓફર કરવામાં આવે છે. આ માટે મિનિમમ 249 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. રિપોર્ટ અનુસાર, Jio અને Airtel દ્વારા ટૂંક સમયમાં 5G રિચાર્જ પ્લાન લૉન્ચ કરવામાં આવી શકે છે. જોકે, Jio અને Airtel તરફથી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. જો તમે પણ 5G ડેટા પ્લાન સાથે ફ્રી OTT પ્લેટફોર્મ પર સબ્સ્ક્રાઇબ કરવા માંગો છો, તો Jioનો આ પ્લાન તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. તમને જણાવી દઈએ કે Jio ના આ પ્લાન ઉપરાંત Airtel અને Vodafone-Ideaએ પણ આવા કેટલાક પ્લાન લૉન્ચ કર્યા છે, જેની માહિતી તમારા માટે તેમની ઓફિશિયલ સાઇટ્સ પર ઉપલબ્ધ છે.