શોધખોળ કરો

Launched: ફક્ત 9 મિનીટમાં ફૂલ ચાર્જ થઇ જશે આ ફોન, મળશે LED લાઇટ અને ફિચર્સ પણ ખુબ શાનદાર

Realme GT 3માં ગ્રાહકોને 4600 એમએએચની બેટરી મળશે, જે 240 વૉટના ફાસ્ટ ચાર્જરને સપોર્ટ કરશે. મોબાઇલ ફોનની બેક સાઇડમાં તમને એલઇડી લાઇટ મળશે

Realme GT 3 Launched: રિયલમીએ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ જે બાર્સિલોનામાં આયોજિત થઇ છે, તેમાં પોતાનો નવો Realme GT 3 સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. સ્માર્ટફોનને ગ્લૉબલી લૉન્ચ કરવામાં આવ્યો છે, જે જલદી જ ભારતમાં પણ એન્ટ્રી કરશે, આ સ્માર્ટફોનની સૌથી ખાસ વાત છે કે, આમાં તમને 240 વૉટનું ફાસ્ટ ચાર્જર અને બેક પેનલ પર એલઇડી લાઇટ મળે છે, જાણો સ્મા્ર્ટફોનમાં તમને શું સ્પેક્સ મળશે. 

Realme GT 3 ની સ્પેક્સ - 
Realme GT 3માં ગ્રાહકોને 4600 એમએએચની બેટરી મળશે, જે 240 વૉટના ફાસ્ટ ચાર્જરને સપોર્ટ કરશે. મોબાઇલ ફોનની બેક સાઇડમાં તમને એલઇડી લાઇટ મળશે, આ લાઇટ ત્યારે ચાલુ થશે જ્યારે સ્માર્ટફોન પર નૉટિફિકેશન કે કોઇ એલર્ટ આવશે. Realme GT 3માં તમને 6.74 ઇંચની ડિસ્પ્લે મળશે, જે 144hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. મોબાઇલ ફોન સ્નેપડ્રેગન 8th પ્લસ જનરેશન 1 ચિપસેટ પર કામ કરે છે. આમાં તમને ડ્યૂલ સ્પીકર ડૉલ્બી એટમૉસ સપોર્ટની સાથે મળે છે. 

કેમેરાની વાત કરીએ તો મોબાઇલ ફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં 50 મેગાપિક્સલનો કેમેરો, 8 મેગાપિક્સલનો અસ્ટ્રા વાઇડ લેન્સ અને 2 મેગાપિક્સલનું ત્રીજુ સેન્સર છે. 

ભારતમાં ક્યારે થશે લૉન્ચ ?
Realme GT 3 સ્માર્ટફોનને કંપનીએ ટીઝ કરવાનું શરૂ કરી દીધુ છે, એટલે કે જલદી ભારતમાં લૉન્ચ થશે. જાણકારી અનુસાર આ સ્માર્ટફોન માર્ચના બીજા કે ત્રીજા વીકમાં ભારતમાં એન્ટ્રી કરી શકે છે.  

MY AI : ફોનમાં Snapchat છે? ચેટિંગની સાથો સાથ કરી શકશો આ કામ

Snapchat MY AI Chatbot: Open AI ના ચેટબોટ જે રીતે ટૂંકા સમયમાં લોકપ્રિય બન્યું છે તે જોઈને તમામ ટેક કંપનીઓ સમાન ચેટબોટ્સ અથવા AI પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. ચેટ જીપીટીની લોકપ્રિયતા જોઈને ટેક કંપનીઓ તેમના સંબંધિત પ્લેટફોર્મ અને સેવાઓમાં ચેટબોટ્સ ઉમેરી રહી છે. માઈક્રોસોફ્ટ, ગૂગલ અને ઓપેરા પછી યુઝર્સને જલ્દી જ ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ સ્નેપચેટ પર ચેટબોટ્સની સુવિધા મળશે. ચેટબોટને 'MY AI' નામથી એપ પર લાઈવ કરવામાં આવશે. યુઝર્સ ચેટ વિભાગની ટોચ પર આ ચેટબોટને ઍક્સેસ કરી શકશે.

સ્નેપચેટના સીઈઓ ઈવાન સ્પીગેલે જણાવ્યું હતું કે 'માય એઆઈ' એટલે કે ચેટબોટ શરૂઆતમાં સ્નેપચેટ પ્લસ સબ્સ્ક્રાઇબર્સ માટે રજૂ કરવામાં આવશે જે બાદમાં સામાન્ય યુઝર્સ માટે પણ રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, સ્નેપચેટ પ્લસનું સબસ્ક્રિપ્શન લેવા પર યુઝર્સને કેટલીક વિશિષ્ટ સુવિધાઓ અને અન્ય બાબતોમાં પ્રાથમિકતા મળે છે. આ માટે લોકોએ દર મહિને 49 રૂપિયા ચૂકવવા પડશે.

'માય એઆઈ' ચેટબોટ એક રીતે ચેટ જીપીટી જેવું જ છે પરંતુ સ્નેપચેટ પર તમને ચેટબોટમાં વધુ પ્રતિબંધો મળશે એટલે કે તમે ચેટબોટમાંથી મર્યાદિત વસ્તુઓ વિશે માહિતી મેળવી શકશો જે સ્નેપચેટની નીતિ અને માર્ગદર્શિકા અનુસાર હશે.

આ કામમાં મદદ મળશે

Snapchat પર ચેટબોટ્સના આગમન સાથે તમે વધુ સારા મિત્રો બનાવી શકો છો અને તમારા વ્યક્તિત્વને સુધારી શકો છો. તમે ચેટબોટમાંથી મિત્રતાની ટીપ્સ અથવા તેને કેવી રીતે વધુ સારી અને મજબૂત બનાવવી તે વિશેની માહિતી મેળવી શકો છો અને પછી તે માહિતીમાંથી વસ્તુઓનો અમલ કરી શકો છો. ઉપરાંત તમે મિત્રો સાથે જોક્સ વગેરે શેર કરવામાં તેની મદદ લઈ શકો છો. Snapchat પર હાલમાં 750 મિલિયનથી વધુ માસિક સક્રિય યુઝર્સ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget