Mobile Phone Tips: તમારા બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડે તમારો નંબર બ્લૉક કર્યો છે ? આ ઇજી ટ્રિક્સથી જાણી લો....
આજકાલ સ્માર્ટફોન દરેક યૂઝ કરી રહ્યું છે, સ્માર્ટફોન જેટલો સગવડભર્યો છે એટલો જ અગવડભર્યો બની રહ્યો છે
Mobile Phone Tips: આજકાલ સ્માર્ટફોન દરેક યૂઝ કરી રહ્યું છે, સ્માર્ટફોન જેટલો સગવડભર્યો છે એટલો જ અગવડભર્યો બની રહ્યો છે. ઘણીવાર સ્માર્ટફોનથી સારા કામ થાય છે તો ઘણીવાર ઝઘડાઓ પણ થઇ રહ્યાં છે. કેમ કે જો તમારી ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડે તમારો નંબર બ્લૉક કરી દીધો હોય તો તમે તેનાથી નારાશ થઇને ઝઘડો પણ કરી શકો છો. જો તમારો ફોન નંબર કોઇ દોસ્ત, ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડે કે પછી કોઇ ખાસ વ્યક્તિએ કોઇ કારણોસર બ્લૉક કરી દીધો છે, અને તમે તેનો કૉન્ટેક્ટ નથી કરી શકતા. તો તમે પરેશાન થઇ શકો છો. પરંતુ શું તમને ખબર છે. તમારો નંબર કોઇએ બ્લૉક કર્યો છે કે કેમ ? તે પણ આસાનીથી જાણી શકાય છે. આ માટે અમે તમને અહીં એક ટ્રિક્સ બતાવી રહ્યાં છીએ, જેનો ફોલો કરીને તમે આ કામને આસાનીથી પાર પાડી શકો છો. જાણો શું છે ટ્રિક્સ.........
વારંવાર કરો કૉલ -
બ્લૉક કરવામાં આવેલા નંબરની જાણ આ રીતે પણ કરી શકાય છે કે જે નંબર પર તમને શક છે, તો તમે તેના પર કૉલ કરો. જો ફોન વારંવાર વ્યસ્ત આવે છે, તો આની પુરેપુરી સંભાવના છે કે તમારો નંબર બ્લૉક કરી દેવામા આવ્યો છે.
આ રીતે કરો ચેક -
જો તમારો કૉલ ડિસ્કનેક્ટ થઇ રહ્યો છે, તો કોઇ બીજા નંબરથી કૉલ કરીને જુઓ, બીજા નંબર પરથી લાંબી રિંગ જાય છે, અને કૉલ ઉઠી જાય છે, તો તમે શ્યૉર થઇ જાઓ કે તમારો નંબર બ્લૉક કરી દેવામાં આવ્યો છે.
સ્પષ્ટ થઇ જશે સ્થિતિ -
બીજા નંબર પરથી કૉલ કરવા પર કૉલ જઇ રહ્યો છે, અને પોતાના નંબર પરથી નહીં, તો એ સ્પષ્ટ થઇ જાય છે કે તમારો નંબર બ્લૉક કરી દેવામાં આવ્યો છે. તમે ઇચ્છો તો બીજા નંબર પરથી કૉલ કે મેસેજ કરીને તમારો નંબર અનબ્લૉક કરવાનુ કહી શકો છો. ઘણીવાર અજાણ્યામાં પણ નંબર બ્લૉક થઇ જાય છે.
Join Our Official Telegram Channel:- https://t.me/abpasmitaofficial