(Source: ECI/ABP News/ABP Majha)
જો તમારા WhatsAppમાં આવે આવો મેસેજ તો સાવધાન, નહીં તો થઇ જશે લેવાના દેવા.......... શરૂ થયો છે નવો ટ્રેન્ડ
વૉટ્સએપ સાયબર ઠગો તમારુ બેન્ક એકાઉન્ટ ખાલી કરવા માટે આ પ્રકારના મેસેજનો ઉપયોગ કરી રહ્યાં છે, સાયબર ક્રિમિનલ દ્વારા આજકાલ આ નવો રસ્તો અપનાવ્યો છે.
નવી દિલ્હીઃ આજકાલ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપનો ઉપયોગ ખુબ વધ્યો છે, આ કારણે સાયબર એટેક પણ વધી છે. કંપની પોતાના યૂઝર્સને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે અવાર નવાર નવા નવા અપડેટ રિલીઝ કરતી રહે છે, આમ છતાં ઘણીવાર કોઇપણ યૂઝર્સ સાયબર ક્રાઇમનો ભોગ બની શકે છે. કેમ કે આજકાલ લોકો વૉટ્સએપથી છેતરવા માટે અવનવી તરકીબો અપનાવી રહ્યાં છે, આમાની એક તરકીબ છે ફેક મેસેજ મોકલવાની છે.......... જાણો કઇ રીતે થશે તમને નુકસાન.
વૉટ્સએપ સાયબર ઠગો તમારુ બેન્ક એકાઉન્ટ ખાલી કરવા માટે આ પ્રકારના મેસેજનો ઉપયોગ કરી રહ્યાં છે, સાયબર ક્રિમિનલ દ્વારા આજકાલ આ નવો રસ્તો અપનાવ્યો છે. રિપોર્ટ પ્રમાણે, વૉટ્સએપ પર અત્યારે 'હેલો મમ્મી' અથવા 'હેલો પપ્પા' કહીને કૌભાંડની શરૂઆત થઇ છે. યુનાઇટેડ કિંગડમમાં સાયબર ક્રિમીનલ આ પ્રકારના સંદેશાઓ દ્વારા WhatsAppનો ઉપયોગ કરતા લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે અને તેમને તમારા 'પુત્ર' અથવા 'પુત્રી'ને પૈસાની સખત જરૂર છે, એમ કહીને તરત જ પૈસા ટ્રાન્સફર કરવાનું કહે છે.
એક્સપ્રેસ યુકેના જણાવ્યા મુજબ, આ ટ્રીકથી લોકોએ થોડા મહિનામાં લગભગ £50,000 (અંદાજે રૂ. 49,75,683) ગુમાવ્યા છે. એક વ્યક્તિએ છેતરપિંડી કરનારાઓને £3,000 (આશરે 2,98,540) કરતાં વધુ ચૂકવણી કરી દીધી હતી, એમ વિચારીને કે તેને તેના પુત્ર તરફથી મદદ માટેનો મેસેજ મળ્યો છે.
આ માત્ર યુકેમાં જ નહીં નથી પરંતુ ભારતમાં પણ આ પ્રકારના સાયબર ફ્રોડ થઈ રહ્યા છે. સ્કેમર્સ લોકોને છેતરવા માટે વોટ્સએપ પસંદ કરી રહ્યા છે. તેથી વોટ્સએપ અને મેસેન્જરના વપરાશકર્તાઓને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે અને આવો મેસેજ આવે ત્યારે તેમના પુત્ર અથવા પુત્રી અથવા એવી કોઈપણ વ્યક્તિ સાથે ક્રોસ ચેક કરવું કે શું તેને ખરેખર પૈસાની જરૂર છે કે કેમ.