(Source: ECI/ABP News/ABP Majha)
હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યૂઝર્સને એડ ફ્રી કન્ટેન્ટ જોવા માટે ચૂકવવા પડશે પૈસા, No Ads સર્વિસ શરૂ....
જો તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જાહેરાતોથી કંટાળી ગયા છે અને એડ જોવા નથી માંગતા, તો હવે તમારે આ માટે કંપનીને પૈસા ચૂકવવા પડશે
Tech And News Updates: જો તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જાહેરાતોથી કંટાળી ગયા છે અને એડ જોવા નથી માંગતા, તો હવે તમારે આ માટે કંપનીને પૈસા ચૂકવવા પડશે. મેટાએ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ માટે નૉ એડ્સ ફિચર શરૂ કર્યું છે. EUના આદેશ બાદ કંપનીએ યૂઝર્સ માટે આ ઓપ્શન લવાયો છે. વાસ્તવમાં, અત્યાર સુધી મેટા યૂઝર્સને તેમના રૂચિ અનુસાર જાહેરાતો સાથે ટાર્ગેટ કરતું હતું, પરંતુ EUના આદેશ બાદ હવે કંપની એડ ફ્રી વર્ઝન લાવી રહી છે. જો કે, આ માટે યૂઝર્સે તગડી ફી ચૂકવવી પડશે.
ધ વર્જના રિપોર્ટ અનુસાર, હાલમાં નૉ એડ વર્ઝન યૂરોપમાં યૂઝર્સ માટે લાઈવ થઈ ગયું છે. ટ્વીટર પર Matt Navarra એ કેટલાક સ્ક્રીનશૉટ પણ શેર કર્યા છે જેમાં મેટા યૂઝર્સને ફ્રી વર્ઝનમાં સબ્સ્ક્રાઇબ કરવાનું કહે છે.
ચૂકવવા પડશે આટલા રૂપિયા
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એડ ફ્રી એક્સેસ માટે યુઝર્સે $9.99 એટલે કે દર મહિને લગભગ 832 રૂપિયા ચૂકવવા પડશે. આ ચાર્જ વેબ વર્ઝન માટે છે. વળી, મોબાઇલનો ચાર્જ $12.99 એટલે કે 1,082 રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં આ કિંમતે તમારા મેટા સેન્ટર સાથે જોડાયેલા તમામ એકાઉન્ટ્સ એડ ફ્રી થઈ જશે. તેનો અર્થ એ કે તમારે તેમના માટે અલગ ચાર્જ ચૂકવવાની જરૂર નથી, પરંતુ 1 માર્ચ, 2024 પછી ગ્રાહકે દરેક વધારાના લિંક્ડ એકાઉન્ટ માટે વધારાની ફી ચૂકવવી પડશે. દરેક વધારાના એકાઉન્ટ માટે યૂઝર્સને વેબ પર $6 અને મોબાઇલ પર $8 ચૂકવવા પડશે. નોંધ, એડ્સ ફ્રી સર્વિસ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે છે.
મેટા દ્વારા યૂઝર્સને બતાવવામાં આવેલા પ્રૉમ્પ્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની યૂઝર્સને નવી પસંદગી આપી રહી છે કારણ કે તમારા ક્ષેત્રમાં કાયદા બદલાયા છે. મેટા આ પસંદગી તે દેશોમાં પુખ્ત યૂઝર્સને આપશે જ્યાં આ સુવિધા લાઇવ થઈ ગઈ છે. કંપની તમને સબસ્ક્રાઇબર અને ફ્રી ફોર એડ ફ્રી વચ્ચે વિકલ્પ પસંદ કરવાનું કહેશે. તમે તમારી પસંદગી મુજબ કોઈપણ વિકલ્પ પસંદ કરી શકો છો.