OnePlus યૂઝર્સ માટે ખુશખબર, માત્ર 1 રૂપિયામાં મળી રહ્યાં છે મોંઘા Earbuds, કરવું પડશે આ કામ....
8 જીબી રેમ અને 128 જીબી સ્ટૉરેજ સાથે આવનાર OnePlus Nord 3નું બેઝ મૉડલ 28 હજાર 999 રૂપિયામાં વેચાઈ રહ્યું છે
OnePlus Nord 3 Smartphone Offer: ચીની સ્માર્ટફોન કંપની OnePlus પોતાના યૂઝર્સને મોટી ગિફ્ટ આપવા જઈ રહી છે. ગયા વર્ષે જ, OnePlus એ તેનો શાનદાર ફોન OnePlus Nord 3 લૉન્ચ કર્યો હતો, ત્યારબાદ હવે કંપની માત્ર એક રૂપિયામાં ફોનની સાથે OnePlus Bullet Z2 earbuds પણ ઑફર કરી રહી છે. આ ઉપરાંત ફોન રિલાયન્સ ડિજિટલ પર ઘણી ઑફર્સ પર પણ ઉપલબ્ધ છે.
8 જીબી રેમ અને 128 જીબી સ્ટૉરેજ સાથે આવનાર OnePlus Nord 3નું બેઝ મૉડલ 28 હજાર 999 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. વનપ્લસનો આ ફોન બે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે, જેમાં તમને મિસ્ટ્રી ગ્રીન અને ટેમ્પેસ્ટ ગ્રે કલર મળશે. રિલાયન્સ ડિજિટલ પર ઉપલબ્ધ આ ડીલમાં તમને 1,799 રૂપિયાની કિંમતના ઇયરબડ્સ માત્ર 1 રૂપિયામાં મળશે.
ગ્રાહકો HDFC બેંક કાર્ડ દ્વારા 3,000 રૂપિયા સુધીનો ત્વરિત લાભ પણ મેળવી શકે છે. આ ઉપરાંત જો તમે ICICI બેંક દ્વારા પેમેન્ટ કરી રહ્યા છો તો તમને 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય ફોન પર નો-કોસ્ટ EMI ઓફર પણ ઉપલબ્ધ છે.
OnePlus Nord 3માં શું છે ખાસ
OnePlus Nord 3 સ્માર્ટફોનમાં 80W SUPERVOOC ચાર્જિંગ ટેક્નોલોજી છે, જે ફોનને ખૂબ જ ઝડપથી ચાર્જ કરે છે. ફોનમાં 16GB સુધીની રેમ અને Vita અલ્ગોરિધમ છે, જે ફોનના પરફોર્મન્સને સ્મૂધ બનાવે છે. આ ઉપરાંત, ફોનમાં SonyIMX890 મુખ્ય કેમેરા અને અલ્ટ્રા સ્મૂથ OIS છે, જે ફોટોગ્રાફીને ખૂબ જ આકર્ષક બનાવવામાં સક્ષમ છે. આ એક ફ્લેટ ડિસ્પ્લે ડિઝાઇન હેન્ડસેટ છે, જે ગેમિંગ પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ છે.
હેન્ડસેટ (OnePlus Nord 3 5G)નું ડિસ્પ્લે 6.74 ઇંચ છે, જેનો રિફ્રેશ રેટ 120Hz છે. OnePlus Nord 3 સ્માર્ટફોનમાં OnePlus Alert Slider છે જે તમને વૉલ્યૂમ અને નૉટિફિકેશનને નિયંત્રિત કરવામાં મદદ કરશે.ફોનમાં સ્ક્રીનની સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ આપવામાં આવ્યું છે. તેમાં MediaTek Dimensity 9000 પ્રોસેસર છે.