(Source: ECI/ABP News/ABP Majha)
આ કંપનીના નહીં આવે 5G સ્માર્ટફોન અને જુના ફોન પણ નહીં કરે કામ, કંપનીએ કહ્યું "પ્લાન ડેડ"
મોબાઇલ લાયન્સધારી ઓનવર્ડમોબિલિટીએ પોતાના નિવેદનમાં કહ્યું- અમે તમને બધાને તે જબરદસ્ત સપોર્ટ માટે ધન્યવાદ આપવા માગીએ છીએ,
નવી દિલ્હીઃ બ્લેકબેરી મોબાઇલના લાયસન્સ વાળી ઓનવર્ડમોબિલિટીએ જાહેરાત કરી છે કે કંપની પોતાના "અલ્ટ્રા-સિક્યૉર" 5G સ્માર્ટફોનના ડેવલપમેન્ટની સાથે આગળ નહીં વધે. બ્લેકબેરી મોબાઇલ નિર્માતાએ પોતાના જુના ફોન માટે સપોર્ટ ખતમ કર્યા બાદ આ વર્ષના અંતમાં કીપેડની સાથે 5G સ્માર્ટફોન લૉન્ચ કરવાના પ્લાનિંગની જાહેરાત કરી હતી. જે એક સમયે ફોન માર્કેટમાં હાવી હતો. ઓનવર્ડમોબિલિટીએ એ સ્પષ્ટ નથી કર્યુ કે તેના આગામી 5G સ્માર્ટફોનનુ પ્લાનિંગ કેમ રદ્દ કરી દેવામા આવ્યુ, અને ના કંપનીએ આગળના પ્લાનિંગની જાહેરાત કરી. ઓનવર્ડમોબિલિટી પહેલા, ટીસીએલ કૉર્પોરેશન બ્લેકબેરી સ્માર્ટફોનના ડેવલપમેન્ટની દેખરેખ કરતી હતી.
બ્લેકબેરી મોબાઇલ લાયન્સધારી ઓનવર્ડમોબિલિટીએ પોતાના નિવેદનમાં કહ્યું- અમે તમને બધાને તે જબરદસ્ત સપોર્ટ માટે ધન્યવાદ આપવા માગીએ છીએ, જે તમે અમને પહેલીવાર ઓનવર્ડમોબિલિટી લૉન્ચ કર્યા બાદ આપ્યો છે. જોકે બહુજ દુઃખની સાથે અમે એ જાહેરાત કરીએ છીએ કે ઓનવર્ડમોબિલિટી બંધ થઇ જશે, અને અમે ફિઝીકલ કીબોર્ડની સાથે એક અતિ સુરક્ષિત સ્માર્ટફોનના ડેવલપમેન્ટની સાથે આગળ નહીં વધીએ. કૃપા જાણી લો કે આ કોઇ નિર્ણય ન હતો જેને અમે હલકામાં કે ઉતાવળમાં લીધો હતો. અમે આ સમાચારમાં તમારી નિરાશા શેર કરીએ છીએ અને વિશ્વાસ અપાવીએ છીએ કે આ તે પરિણામ નથી જેના માટે અમે કામ કર્યુ અને જેની આશા રાખી હતી.
અલ્ટ્રા-સિક્યૉર 5G બ્લેકબેરી સ્માર્ટફોનને ગયા વર્ષે લૉન્ચ કરવાની વાત કહેવામાં આવી હતી. પરંતુ કંપની પ્લાન્સમાં મોડુ કરવુ પડ્યુ. ઓનવર્ડમોબિલિટીએ દાવો કર્યો હતો કે અધિકારીક લૉન્ચ ગયા વર્ષના રૂપમાં ન હતુ થયુ કેમ કે "2021 વાસ્તવમાં એક નવો ફોન લૉન્ચ કરવા માટે એક પડકારરૂપ વર્ષ હતુ. જોકે અમે દોહરાવ્યુ કે આ વર્ષની શરૂઆતમાં પ્લાનિંગ "ડેડ" નહતો.
આ પણ વાંચો...........
Bank recruitment 2022: ઓફિસના પદો પર થઇ રહી છે ભરતી, 78 હજાર સુધીનો મળશે પગાર
આ મંત્રાલય હેઠળ આવતી આ સંસ્થામાં ભરતી બહાર પડી, પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે
NIDમાં આટલી બધી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
ઘરમાં આ જગ્યાએ દવાઓ રાખવી પડી શકે છે ભારે, બીમારીથી ઘેરાઇ જાય છે ઘર, જાણી લો વાસ્તુ નિયમ
WhatsApp પર હાર્ટ ઈમોજી મોકલતા હો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે દંડ, જાણો વિગત
Surat : 11 વર્ષીય બાળકી સાથે નિરાધમે દુષ્કર્મ ગુજારી કરી નાંખી હત્યા, સમગ્ર પંથકમાં મચ્યો હાહાકાર