Surat : 11 વર્ષીય બાળકી સાથે નિરાધમે દુષ્કર્મ ગુજારી કરી નાંખી હત્યા, સમગ્ર પંથકમાં મચ્યો હાહાકાર
જિલ્લામાં વધુ એક બાળકી હવસખોરનો શિકાર બનતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. પલસાણાના જોળવામાં 11 વર્ષીય બાળકીને પિંખી નાખી હત્યા કરવામાં આવી છે.

સુરતઃ જિલ્લામાં વધુ એક બાળકી હવસખોરનો શિકાર બનતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. 11 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ કરી હત્યા કરી નાંખવામાં આવી છે. પલસાણાના જોળવામાં 11 વર્ષીય બાળકીને પિંખી નાખી હત્યા કરવામાં આવી છે. માતા પિતા નોકરી ગયા હતા અને દીકરી નાના ભાઈ સાથે ઘરે એકલી હતી. બિલ્ડીંગમાં નજીકના અવાવરું રૂમમાંથી શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો.
ઘટના બનતા સુરત જિલ્લા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અમાનવીય કૃત્યમાં માસૂમ બાળાનું પ્રાણ પંખેડુ ઉડી ગયું. પરિવારના પ્રાથમિક નિવેદનના આધારે બે શંકમંદોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
Surat : સગીરા સાથે બે યુવકોએ હવસ સંતોષતા ખળભળાટ, વિધર્મી યુવકે બનાવી દીધી ગર્ભવતી
સુરતઃ શહેરમાં સગીરા પર વિધર્મી સહિત 2 શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. 15 વર્ષની કિશોરીને બે પાડોશીએ હવસનો શિકાર બનાવી હતી. એક વિધર્મીએ વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી કરી. પેટમાં દુ:ખાવો થતાં તપાસમાં ગર્ભ હોવાનું ખૂલતાં ફરિયાદ કરવામાં આવી હતી. હોસ્પિટલના પરિક્ષણમાં અઢી માસનો ગર્ભ નીકળ્યો. તબીબે પોલીસને જાણ કરતાં વિધર્મી યુવકની ધરપકડ કરી છે. એક બળાત્કારી ઘર ખાલી કરીને ગયો તો ભાડે રહેવા આવેલા બીજા પાડોશીએ પણ શિકાર બનાવી.
આ અંગેની વિગતો એવી છે કે, પુણા ગામની 15 વર્ષની સગીરાને તેના પડોશીએ જ અલગ અલગ સમયે બળાત્કાર ગુજારી ગર્ભવતી કરવાની ઘટના સામે આવી છે. પેટના દુખાવા સાથે તબીબી પરિક્ષણ માટે ગયેલી સગીરાને અઢી માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું . તબીબે જ પોલીસને આ ઘટના બાબતે જાણ કરતાં ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે એક નરાધમની ધરપકડ કરી છે.
પુણા પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, સગીરા સાથે તેની પાડોશમાં રહેતા જ યુવકે મિત્રતા કેળવી હતી. આરોપી સગીરાને મિત્રતાના નામે ભોળવીને હોટલમાં લઇ ગયો હતો. જ્યાં નરાધમે સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તેના થોડાક સમય બાદ નરાધમ આ ઘર ખાલી કરીને શહેરમાં અન્ય સ્થળે રહેવા જતો રહ્યો હતો. વિધર્મીએ પણ વારંવાર દુષ્કર્મ કર્યો હતો.
વિધર્મી યુવક જે ઘર ખાલી કરીને ગયો ત્યાં જ રહેતો હતો. નરાધમે સગીરાને રૂમમાં બોલાવી પરિચય કેળવ્યો હતો. સગીરા વિધર્મીને અંકલ કહેતી હતી. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા ભાંડો ફૂ્ટયો છે. બંને નરાધમ મજૂરી કરે છે. પુણા પોલીસે બંનેની સામે બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધી વિધર્મીની ધરપકડ કરી છે. દિવાળીમાં નરાધમ સગીરાને હોટલ લઈ ગયો હતો. વર્ષ 2021માં દિવાળીના સમયે આરોપી યુવક યોગીચોક ગાર્ડન પાસેની હોટલમાં લઇ ગયો હતો. અહીં સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.
અમદાવાદઃ શહેરના ચાંદખેડા વિસ્તારમાં પ્રેમીએ 16 વર્ષીય સગીરા સાથે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા પછી અંગત વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ઘરમાં લગાવેલા સીસીટીવી રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી પૈસા અને દાગીના પડાવ્યા હતા. આ અંગે સગીરાની માતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક યુવકના સંપર્કમાં આવી હતી. બંને સોશિયલ મીડિયા પર ચેટ કરતાં બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. દરમિયાન પ્રેમીએ ગર્લફ્રેન્ડને મળવા માટે બોલાવી હતી. સગીરા મળવા આવતાં તેને મિત્રના ઘરે લઈ ગયો હતો.
અહીં પ્રેમીએ સગીરા સાથે પરાણે શરીરસુખ માણ્યું હતું. તેમજ આ પછી પોત પ્રકાશ્યું હતું. ઘરમાં લગાવેલા સીસીટીવી રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી અને પૈસા અને દાગીના પડાવી લીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થતાં સગીરાએ માતાની માતાને વાત કરી હતી. જેથી માતાએ ચાંદખેડા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
