50MP કેમેરા અને 6GB રેમ સાથે હવે Oppoનો આ નવો સ્માર્ટફોન થયો લોન્ચ, માત્ર 17 હજારથી પણ ઓછી કિંમત, અહી જાણો તમામ વિગતો
Oppo A3 5G: આ સ્માર્ટફોનમાં 6.67 ઇંચની LCD સ્ક્રીન આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 120 Hz નો રિફ્રેશ રેટ આપે છે. આ સિવાય સ્માર્ટફોનમાં MediaTek Dimension 6300 Soc ચિપસેટ પ્રોસેસર છે.
Oppo A3 5G: ચાઈનીઝ સ્માર્ટફોન ઉત્પાદક ઓપ્પોએ તાજેતરમાં ભારતીય બજારમાં નવો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. 6GB રેમની સાથે આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો કેમેરા પણ છે. Oppo A3 5Gને બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન તરીકે માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. લોકોને આ ફોનની ડિઝાઇન ઘણી પસંદ આવી શકે છે.આ ફોન લોકોના બજેટ પ્રમાણે પણ યોગ્ય છે માટે લોકો આ ફોન તરફ આકર્ષાઈ રહ્યા છે.
આ ફોનના ફીચર્સ પણ ખૂબ અદભૂત છે
Oppoના આ સ્માર્ટફોનમાં 6.67 ઇંચની LCD સ્ક્રીન આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 120 Hz નો રિફ્રેશ રેટ આપે છે. આ સિવાય સ્માર્ટફોનમાં MediaTek Dimension 6300 Soc ચિપસેટ પ્રોસેસર છે. ગ્રાફિક્સ માટે ફોનમાં Mali-G57 GPU છે. આટલું જ નહીં, આ ફોનમાં 6GB LPDDR4X રેમ સાથે 6GB રેમ વિસ્તરણ અને 128GB eMMC 5.1 ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ફોનમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટ પણ આપવામાં આવ્યો છે, જેની મદદથી ફોનના સ્ટોરેજને વધુ વધારી શકાય છે.
Introducing the new OPPO A3 5G!
— OPPO India (@OPPOIndia) August 19, 2024
Tough, bright and fast. With military-grade protection, a stunning 120Hz display, and lightning-fast charging, OPPO A3 5G is built to last.
Grab yours now: https://t.co/mHBvdzz6x6 pic.twitter.com/t1BzAbmUxl
આ સ્માર્ટફોન Android 14 પર આધારિત Color OS 14 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, સ્માર્ટફોનમાં 50MP પ્રાઈમરી કેમેરા સાથે 2MP પોટ્રેટ કેમેરા અને LED ફ્લેશ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં સેલ્ફી માટે 5MP ફ્રન્ટ કેમેરા પણ છે.
Oppoનો આ લેટેસ્ટ સ્માર્ટફોન 5,100mAh બેટરી સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ બેટરી 45W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. આ સિવાય સ્માર્ટફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર, ફેસ અનલોક ડ્યુઅલ-સિમ, 5G, Wi-Fi USB Type C જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
આ ફોનની કિંમત કેટલી છે?
જો આપણે કિંમતો પર નજર કરીએ તો, કંપનીએ Oppo A3 5G ના 6GB + 128GB સિંગલ વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા રાખી છે. આ સ્માર્ટફોનને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ખરીદી શકાય છે. આ ઉપરાંત, કંપની OneCard, બેંક ઓફ બરોડા અને SBI બેંક કાર્ડ ટ્રાન્ઝેક્શન દ્વારા ખરીદી પર ગ્રાહકોને 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. કંપનીએ આ સ્માર્ટફોનને ઓશન બ્લુ અને નેબ્યુલા રેડ જેવા બે કલરમાં માર્કેટમાં લોન્ચ કર્યો છે.