(Source: ECI/ABP News/ABP Majha)
શું પાકિસ્તાનમાં પણ ચાલે છે 5G અને 5G પ્લસ, જાણો ભારત કરતાં તે કેટલું પાછળ છે?
Pakistan 5G Internet: ભારતમાં 5G નેટવર્ક 4G ની સરખામણીમાં 20 થી 30% ઝડપી અને બહેતર કૉલિંગ અનુભવ પ્રદાન કરે છે. આર્જેન્ટિના, ભૂટાન, કઝાકિસ્તાન, મલેશિયા અને મોરેશિયસ જેવા દેશોમાં 5G નેટવર્ક છે.
ભારતએ છેલ્લા ઘણા વર્ષોમાં ટેકનોલોજી ક્ષેત્રે અનોખી પ્રગતિ કરી છે પરંતુ આ મામલે પાકિસ્તાન હજુ પાછળ છે. ભારતમાં વર્ષ 2022માં 5G સેવા શરૂ કરવામાં આવી હતી અને અત્યારે 2024માં સમગ્ર ભારતમાં 5G સેવા મળી રહી છે. અને ભારત હવે 6G તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ પાકિસ્તાનમાં હજુ પણ 4G નેટવર્ક ચાલી રહ્યું છે માનવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટ 2024 સુધીમાં પાકિસ્તાનમાં 5G સર્વિસ શરૂ થઈ શકે છે.
ભારતમાં વર્ષ 2022માં 5G લોન્ચ કરવામાં આવ્યું હતું. હાલમાં Airtel અને Jio દેશભરમાં લોકોને 5G સેવા પૂરી પાડી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે પાકિસ્તાનમાં 5G છે કે નહીં? તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં લોકો Jazz મોબાઈલ, Telenor, Ufone અને Zongના સિમ કાર્ડનો ઉપયોગ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અહીંની સૌથી મોટી કંપની Jazz Mobile છે, જેના 70 મિલિયનથી વધુ ગ્રાહકો છે. તમને જણાવી દઈએ કે ભારતમાં હાજર 5G નેટવર્ક 4G ની સરખામણીમાં 20 થી 30% ઝડપી અને બહેતર કૉલિંગ અનુભવ પ્રદાન કરે છે.
શું પાકિસ્તાનમાં 5G નેટવર્ક ઉપલબ્ધ છે?
હાલમાં કોઈ ટેલિકોમ કંપની પાકિસ્તાનમાં 5G નેટવર્ક પ્રદાન કરતી નથી. પાકિસ્તાનમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 111 મિલિયનથી વધુ છે પરંતુ અત્યાર સુધી માત્ર 4G નેટવર્ક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓગસ્ટ 2024 સુધીમાં પાકિસ્તાનમાં 5G સર્વિસ શરૂ થઈ શકે છે. જો પાકિસ્તાન આ વર્ષે 5G લોન્ચ કરે છે, તો તે હજુ પણ પાકિસ્તાનથી બે વર્ષ પાછળ રહેશે. આ પહેલા આર્જેન્ટિના, ભૂટાન, કેન્યા, કઝાકિસ્તાન, મલેશિયા અને મોરેશિયસ જેવા દેશોએ તાજેતરમાં 5જી નેટવર્ક લોન્ચ કર્યું છે.
પાકિસ્તાન 5G લોન્ચની તૈયારી કરી રહ્યું છે
પાકિસ્તાન સરકારનો દાવો છે કે દેશમાં આ વર્ષે એટલે કે ઓગસ્ટ 2024 સુધીમાં 5G કનેક્ટિવિટી શરૂ થઈ શકે છે. આ માટે પાકિસ્તાનનું ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય એક મોટી યોજના તૈયાર કરવામાં વ્યસ્ત છે. અગાઉ, પાકિસ્તાન ટુડેના અહેવાલમાં જણાવાયું હતું કે સરકાર 5G સ્પેક્ટ્રમની હરાજી માટે બાંગ્લાદેશના મોડેલમાંથી પ્રેરણા લેશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સરકાર સ્પર્ધાત્મક પ્રક્રિયા દ્વારા સ્પેક્ટ્રમ ફાળવશે અને તે યોગ્ય પ્રક્રિયા વિના કોઈપણ એક ઓપરેટરને આપવામાં આવશે નહીં.