મોબાઇલ ફોન ચોરી થઇ જાય તો કેવી રીતે કરશો PhonePe એકાઉન્ટને ડિલીટ ? આ રહી આખી પ્રૉસેસ, જાણો...........
UPI પૈસા ટ્રાન્સફ અને ચૂકવણી કરવાની સુરક્ષિત રીતનો ઉપયોગ કરે છે. તમારો ફોન ચોરી થવાની સ્થિતિમાં તમારા બેન્ક એકાઉન્ટનો દુરપયોગ કરવામાં આવી શકે છે.
How To Block Phone Pe Accounts: આજકાલ સ્માર્ટફોન યૂઝર્સની પાસે તેમના મોબાઇલમાં પેમેન્ટ કરવા માટે વધુ એપ હોય છે. ભારતમાં પીટીએમ, ગૂગલ પે અને ફોન પે જેવી ઓનલાઇન સેવાઓ યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) પર ચાલે છે. PhonePe પણ આ રીતે UPI પ્લેટફોરપ્મમાંની એક છે, જે તમારા એકાઉન્ટ નંબર અને IFSC કૉડનો ઉપયોગ કર્યા વિના કોઇપણ પાર્ટીની વચ્ચે પેમેન્ટ ટ્રાન્સફર કરવાની સગવડ આપે છે. બસ, તમારે એકવાર રિસીવરનો મોબાઇલ નંબર/વીપીએ નોંધાવવો પડશે, અને તમે રિસીવરને પૈસા મોકલી શકશો.
UPI પૈસા ટ્રાન્સફ અને ચૂકવણી કરવાની સુરક્ષિત રીતનો ઉપયોગ કરે છે. તમારો ફોન ચોરી થવાની સ્થિતિમાં તમારા બેન્ક એકાઉન્ટનો દુરપયોગ કરવામાં આવી શકે છે. જો તમારો ફોન ખોવાઇ જાય તો પૈસા સુરક્ષિત રાખવા માટે UPI પેમેન્ટને ડિએક્ટિવેટ કરાવવા કે બ્લૉક કરાવવાનુ સૌથી જરૂરી કામ બની જાય છે.
જો તમે Phonepeના યૂઝર છો અને તમારો ફોન ખોવાઇ જાય છે, તો તમારુ ફોન પેએકાઉન્ટ ડિએક્ટિવેટ કે બ્લૉક કરવુ જરૂરી છે. જો તમે આમાં થોડી પણ બેદરકારી રાખશો તો તમારુ એકાઉન્ટ ખાલી થઇ શકે છે.
આ રીતે કરો બ્લોક -
જો તમારો ફોન ખોવાઇ જાય તો તમે કોઇપણ નંબર પરથી ફોન ફોનની હેલ્પાઇન નંબર 08068727374 પર કૉલ કરી શકો છો. આ નંબરની સાથે ઝીરો લગાવવાનુ ના ભૂલશો.
જેવો કૉલ જશે તો સૌથી પહેલા તમને પુછવામાં આવશે કે તમે હિન્દી કે અંગ્રેજી કઇ ભાષામાં વાત કરવા ઇચ્છો છો, આમાંથી તમારી ભાષા સિલેક્ટ કરી લો.
આ પછી તમને પુછવામાં આવશે કે તમે જે નંબર પરથી કૉલ કરી રહ્યાં છો તેની સાથે જોડાયેલી ફોન પે એકાઉન્ટની જાણકારી ઇચ્છો છો, કે પછી કોઇ બીજા નંબર સાથે જોડાયેલી જાણકારી ઇચ્છો છો.
તો આમાં તમારે બીજા સેક્શનને સિલેક્ટ કરવુ પડશે.
હવે તમારે તમારો તે મોબાઇલ નંબર નાંખવાનો છે જે ખોવાઇ ગયો છે, હવે તેના પર વેરિફિકેશન માટે એક ઓટીપી આવશે.
હવે તમારે ત્યાં ઓટીપી રિવીવ ના થવાનુ ઓપ્શન સિલેક્ટ કરવાનુ છે
હવે તમને સિમ કાર્ડ કે મોબાઇલ ખોવાવવાનુ ઓપ્શન મળશે. તેને સિલેક્ટ કરો.
આ પછી તમે તમારુ ફોન પે એકાઉન્ટ બ્લૉક કરી શકશો.