Smartphone Buying: સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદતી વખતે આ 10 વાતોનું રાખો ધ્યાન, નહીં તો તમારા ઘરે આવી જશે પોલીસ
સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદતા પહેલા તેની ફિઝિકલ કન્ડીશનને સારી રીતે ચેક કરી લો, ડાઘા, ઘા, ડેન્ટ અને તૂટેલા ફૂટેલા જેવા લક્ષણોની તપાસ કરો.
Second Hand Smartphone : આજના સમયમાં વધુ પૈસા ખર્ચીને સારો સ્માર્ટફોન ખરીદવાનું તમામ લોકો માટે આસાન નથી હોતુ. કેટલાય યૂઝર્સ સેકન્ડ હેન્ડ સ્માર્ટફોનનો ઓપ્શન પસંદ કરે છે. સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખુબ સસ્તા હોય છે, અને તેમાં તમામ વસ્તુઓ તમને મળી રહે છે, પરંતુ આવા ફોન ખરીદતી વખતે હંમેશા સતર્ક રહેવુ જરૂરી છે. કેમ કે્ ઘમીવાર આ વાત જોખમકારક સાબિત થઇ શકે છે. ખાસ કરીને ભારતમાં સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદતી વખતે કેટલીક વાતાનું ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે, નહીં તો તમે પોલીસના સકંજામાં આવી શકો છો. જાણો અહીં....
સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદતી વખતે આ વાતોનું રાખો ધ્યાન -
- સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદતા પહેલા તેની ફિઝિકલ કન્ડીશનને સારી રીતે ચેક કરી લો, ડાઘા, ઘા, ડેન્ટ અને તૂટેલા ફૂટેલા જેવા લક્ષણોની તપાસ કરો. જોઇ લો ફોનના બટન, ટચસ્ક્રીન, કેમેરા અને અન્ય ફિચર્સ બરાબર કામ કરે છે કે નહીં.
- વૉટર ડેમેજ મોબાઇલ ફોનની સૌથી સામાન્ય સમસ્યાઓમાંની એક છે, અને તેની જાણ થવુ ખુબ મુશ્કેલ છે. જોકે, આની જાણકારી માટે તમે ફોન પર કાટ કે સ્ક્રીન પર પાણીના ડાઘાને જોઇ શકો છો.
- બેટરી મોબાઇલ ફોનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, અને આને બદલવો મોંઘો પડી શકે છે. બેટરી લાઇફની તપાસ કરો અને સેલરને પુછો કે એકવાર ચાર્જ કરવા પર ફોન કેટલા સમય સુધી કામ કરે છે.
- તપાસ કરો કે ફોન ઓરિજિનલ એસેસરીઝ, જેવા કે ચાર્જર, હેડફોન અને બૉક્સની સાથે આવી રહ્યો છે. જો ના, સેલર પાસે કિંમત ઓછી કરવા કહો.
- સેલરને મળતી વખતે, એક પબ્લિક પ્લેસ પસંદ કરો, જ્યાં આસપાસ ઘણાબધા લોકો હોય, જેવા કે મૉલ કે કૉફી શૉપ. આ તમારી સુરક્ષા માટે ખુબ સારુ છે, કોઇપણ છેતરપિંડીને રોકશે.
- સોદાબાજી કરતી વખતે, ધ્યાન રાખો કે ઓછી કિંમતનો અર્થ હંમેશા સારો સૌદો નથી હોતો, જો ફોન સારી સ્થિતિમાં છે અને આનો તમામ સામાન સાથે આપવામાં આવી રહ્યો છે, તો આ થોડો એક્સ્ટ્રા પેમેન્ટને લાયક હોઇ શકે છે.
- અંતમાં, સેલર પાસે રસીદ જરૂર લો, આ ભવિષ્યમાં ફોનની સાથે કોઇપણ સમસ્યા આવવા પર તમારી મદદ કરશે.
- સેલર પાસે ફોનનો IMEI નંબર માટે પુછો અને આ જોવા માટે ઓલાઇન તપાસ પણ કરો, કે ફોન ચોરી કે ગુમ થયેલો તો નથીને. આ ઉપરાંત તપાસ કરો કે ફોનને સર્વિસ પ્રૉવાઇડરે બ્લેકલિસ્ટ કર્યો છે કે નહીં.
- તપાસ કરો કે શું ફોન હજુ પણ વૉરંટીમાં છે, જો છે, તો વૉરંટીને તમારા નામ પર ટ્રાન્સફર કરાવી લો. આ ફોનની સમસ્યા થવાના મામલામાં તમારી મદદ કરશે.
- ફોનના સૉફ્ટવેર વર્ઝનની તપાસ કરો અને નક્કી કરો કે આ અપ ટૂ ડેટ હોય. સાથે જ એ પણ ચેક કરી લો કે ફોનમાં કોઇ માલવેર કે વાયરસ તો નથી ને.