ગૂગલ મનાવી રહ્યું છે શ્રીદેવીનો જન્મદિવસ, ડૂડલમાં દેખાયો 'હાથો મેં નૌ-નૌ ચૂડિયાં' સાથે એક્ટ્રેસનો 'નાગિન' લૂક
ગૂગલે ડૂડલ શેર કર્યું છે, ડૂડલમાં શ્રીદેવીનો ચાંદલો દેખાઈ રહ્યો છે. ડૂડલમાં શ્રીદેવી સ્કાય બ્લૂ કલરની સાડી પહેરેલી જોવા મળી રહી છે
Sridevi Birth Anniversary: બૉલીવુડ અભિનેત્રી શ્રીદેવી (Sridevi) ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક એવી અભિનેત્રી હતી, જે સૌથી વધુ ફી લેતી હતી. આજે પણ તેમના દ્વારા ભજવવામાં આવેલા પાત્રો લોકોના હૃદયમાં ઘર કરી ગયા છે. તેને પોતાના દમદાર અને લયદાર અભિનયથી લોકોના દિલમાં અનોથી અને ખાસ, અમીટ છાપ છોડી છે. આજે અભિનેત્રીનો 60મો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર ગૂગલને પણ ચાંદનીના રંગમાં રંગવામાં આવ્યું છે.
ગૂગલે બનાવ્યું ડૂડલ -
ગૂગલે ડૂડલ શેર કર્યું છે, ડૂડલમાં શ્રીદેવીનો ચાંદલો દેખાઈ રહ્યો છે. ડૂડલમાં શ્રીદેવી સ્કાય બ્લૂ કલરની સાડી પહેરેલી જોવા મળી રહી છે. એકસાથે તેને મેચિંગ સિમ્પલ બિંદી લગાવી પહેરી છે, તેને લટ બાંધી છે અને તેના હાથમાં બંગડીઓ બતાવતી જોવા મળે છે. વળી, બાજુ પર નાગિન વાળો લૂક પણ દેખાઇ રહ્યો છે. ફેન્સને આ ડૂડલ ખૂબ જ પસંદ આવી રહ્યું છે.
હિન્દી સિનેમામાં કર્યુ રાજ -
શ્રીદેવીએ હિન્દીથી લઈને સાઉથ સિનેમા સુધી કેટલીય મોટી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું છે. તેને સાઉથમાં વયધિનિલે, તુલાવરસમ, અગ્નિકર્મ, સિગપ્પુ રોજકલ જેવી 16 ફિલ્મો કરી છે.
તો વળી, હિન્દીમાં જુલી, સોલવાન સાવન, મવાલી, તોહફા, મિસ્ટર ઈન્ડિયા, વક્ત કી આવાઝ, ખુદા ગવાહ, ચાલબાઝ, હિમ્મતવાલા, નગીના, ચાંદની, મોમ જેવી ફિલ્મો છે.
એફેરેની ચર્ચાએ પકડ્યુ હતુ જોર -
શ્રીદેવીનું વાસ્તવિક જીવન વિવાદોથી ભરેલું રહ્યું છે. બોની કપૂર સાથે લગ્ન કરતા પહેલા તેને બૉલીવુડ એક્ટર મિથુન ચક્રવર્તીને ડેટ કર્યુ હતું, વળી, અભિનેતા જીતેન્દ્ર પણ શ્રીદેવીના પ્રેમમાં પાગલ હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી લગ્ન પહેલા કેટલાય લોકોને ડેટ કરી ચૂકી છે. તેને બોની કપૂર સાથે પણ લગ્ન કર્યા, જેઓ પહેલેથી જ પરિણીત હતા. જોકે, બાદમાં તેમને તેની પ્રથમ પત્નીને છૂટાછેડા આપી દીધા હતા.
પતિ અને પુત્રીઓએ કરી યાદ
શ્રીદેવીના જન્મદિવસના અવસર પર તેના પરિવારના સભ્યોએ પણ તેને યાદ કરી રહ્યાં છે. પતિ બોની કપૂરે પણ પોતાની સાથેની શ્રીદેવીની તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યાં છે. આ ફોટો પોસ્ટ કરતા બોની કપૂરે લખ્યું, 'હેપ્પી બર્થ ડે'. આ સુંદર તસવીર શ્રીદેવીની મોટી દીકરી જાહ્નવી કપૂરે પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. નાની પુત્રી ખુશીએ પણ એક તસવીર પોસ્ટ કરતા લખ્યું, 'હેપ્પી બર્થ ડે મા.'
બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે, જેમને સાઉથમાં સફળતા ન મળી અને એક પછી એક રિજેક્શનનો સામનો કરવો પડ્યો પરંતુ તેમ છતાં હિંમત ન હાર્યા અને બોલિવૂડ તરફ વળ્યા. પરંતુ કેટલાક એવા સ્ટાર્સ છે જેમણે ન માત્ર સાઉથમાં એક પછી એક હિટ ફિલ્મો આપી પરંતુ બોલિવૂડની ફિલ્મોમાં પણ વિક્રમ સર્જતા રહ્યા. હેમા માલિની, રેખા, શ્રીદેવી અને જયાપ્રદા જેવા ઘણા પ્રખ્યાત સ્ટાર્સ છે, જેઓ સાઉથની ફિલ્મો કર્યા પછી બોલિવૂડ તરફ વળ્યા. આજે વાત કરીએ હવા હવાઇ ગર્લનો જેણે લૂક અને અભિનય કલાથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એક આગવી ઓળખ બનાવી હતી.