(Source: ECI/ABP News/ABP Majha)
AC માં ઓછા કૂલિંગ પાછળ જવાબદાર છે આ કારણો, તમે જાતે જ કરી શકશો ઓળખ
ઉનાળામાં ગરમીથી બચવા માટે ઘર અને ઓફિસમાં એર કંડિશનરની જરૂર પડે છે
ઉનાળામાં ગરમીથી બચવા માટે ઘર અને ઓફિસમાં એર કંડિશનરની જરૂર પડે છે, પરંતુ કેટલીકવાર એર કંડિશનરના સતત ઉપયોગને કારણે અથવા તેને લાંબા સમય સુધી ન ચલાવવાને કારણે તેની ઠંડક ઓછી થઈ જાય છે. જે પછી તમારે તેને તપાસવા માટે મિકેનિકને કૉલ કરવો પડશે અને ઘણા પૈસા ખર્ચવા પડશે. એટલા માટે અમે તમારા માટે એર કંડિશનરની ઠંડક ઘટાડવાના કેટલાક કારણો લાવ્યા છીએ, જેને જાણ્યા પછી તમે પહેલાની જેમ જાતે જ એર કંડિશનરની કૂલિંગ વધારી શકશો.
એર કંડિશનરમાં કૂલિંગનુ કામ ગેસ અને કોમ્પ્રેસર દ્વારા કરવામાં આવે છે. જ્યારે એર કંડિશનર કૂલિંગ થવાનું બંધ કરે છે, ત્યારે ગેસ લિકેજની સમસ્યા થાય છે, જે ફક્ત મિકેનિક દ્વારા જ સુધારી શકાય છે, પરંતુ જો કૂલિંગ ઓછી હોય તો તેની પાછળ અન્ય ઘણા કારણો હોઈ શકે છે. જેના વિશે અમે તમને જણાવી રહ્યા છીએ.
ફિલ્ટરમાં ગંદકી એકઠી થવી
એર કંડિશનરમાં ધૂળને રોકવા માટે આગળની બાજુએ ફિલ્ટર આપવામાં આવે છે. જો તમે સમય-સમય પર આ ફિલ્ટરને સાફ નથી કરતા તો એર કંડિશનરની એર થ્રો ઓછી થઈ જાય છે, જેના કારણે તમારું એર કંડિશનર ઓછું કૂલિંગ કરવા લાગે છે. આથી ACના આ ફિલ્ટરને સમયાંતરે સાફ કરતા રહેવું જોઈએ.
એર કંડિશનર ચલાવવા માટે ઓછામાં ઓછું 220 વોલ્ટેજ હોવું જોઈએ. જો વોલ્ટેજ વારંવાર વધે છે અથવા ઘટે છે તો AC બંધ થઈ જાય છે અને યોગ્ય રીતે કૂલિંગ કરતું થતું નથી. તેથી AC નો ઉપયોગ કરવા માટે તમારે તેની સાથે સ્ટેબિલાઇઝર લેવું જોઈએ.
સમયસર સર્વિસના કરવી
જો તમે તમારા એર કંડિશનરની સમયસર સર્વિસ કરાવતા નથી, તો તમારા એર કંડિશનરની કૂલિંગ ધીમે ધીમે ઓછી થવા લાગશે. વાસ્તવમાં સર્વિસ કરાવવાથી ACની અંદરના ફિલ્ટર સાફ થઈ જાય છે અને જ્યારે તે ગંદકીથી ભરાઈ જાય છે ત્યારે ACનું કૂલિંગ ઓછું થવા લાગે છે.
કન્ડેન્સર કોઇલમાં સમસ્યા
કન્ડેન્સર કોઇલમાં સમસ્યા એર કંડિશનરના આઉટડોર યુનિટમાં હાજર કન્ડેન્સર કોઇલમાં ખામીના કિસ્સામાં કૂલિંગમા સમસ્યા આવી શકે છે. ખાસ કરીને જો એસી લાંબા સમય સુધી બંધ રહે અને તેની યોગ્ય રીતે જાળવણી ન કરવામાં આવે તો તેનાથી સમસ્યા થઈ શકે છે. આ જ કારણ છે કે જેમ જ કન્ડેન્સર કોઇલમાં સમસ્યા ઠીક થશે કૂલિંગ યોગ્ય રીતે થવા લાગશે.