શોધખોળ કરો

Twitter પર એલન મસ્કે બદલ્યુ પોતાનું નામ, વાંચીને તમે પણ હંસી પડશો, જાણો.......

એલન મસ્કે પોતાનુ નામ બદલીને MR.TWEET રાખી દીધુ છે, નામ બદલ્યા બાદ એલન મસ્ક એક ટ્વીટ કર્યુ જેમાં તેમને લખ્યુ મેં મારુ નામ બદલી નાખ્યુ છે,

TWITTER: જે રીતે ટ્વીટર છેલ્લા કેટલાય મહિનાઓથી ચર્ચામાં છે, ઠીક એવી જ રીતે કંપનીના સીઇઓ એલન મસ્ક પણ અલગ અલગ રીતે ચર્ચામાં છવાયેલા રહ્યાં છે. ટેસ્લા હોય કે ટ્વીટર બન્નેને લઇને એલન મસ્ક લાઇમલાઇટમાં રહે છે. આ બધાની વચ્ચે મસ્કે ટ્વીટર પર પોતાનુ યૂઝરનેમ બદલી નાંખ્યુ છે, અને નામ એવુ રાખ્યુ છે કે, જેને જોઇને લોકો હંસી રહ્યાં છે. આ વિષયમાં એલન મસ્કે એક ટ્વીટ પણ કર્યુ છે.  

એલન મસ્કે બદલીને રાખ્યુ આ નામ - 
એલન મસ્કે પોતાનુ નામ બદલીને MR.TWEET રાખી દીધુ છે, નામ બદલ્યા બાદ એલન મસ્ક એક ટ્વીટ કર્યુ જેમાં તેમને લખ્યુ મેં મારુ નામ બદલી નાખ્યુ છે, પરંતુ હવે ટ્વીટર મને નામ બદલવા નથી દઇ રહ્યું. ખરેખરમાં, મસ્કે 'મિસ્ટર ટ્વીટ'ના નામથી એક વકીલે તીખી ચર્ચા દરમિયાન સંબોધિત કર્યુ હતુ, આ પછી એલન મસ્કે પોતાનુ નામ બદલી નાંખ્યું હતુ. 

ટ્વીટરના સીઇઓ એલન મસ્ક સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ વધુ એક્ટિવ રહે છે. તે સમય સમય પર કંઇકને કંઇક ટ્વીટ કરતાં રહે છે, જેથી તે લાઇમલાઇટમાં રહે. એક બાજુ જ્યાં તેમને પોતાનુ યૂઝરનેમ બદલ્યુ છે, તો બીજીબાજુ કંપનીના દિવસો સારી નથી જઇ રહ્યાં છે, જેના કારણે તેને ફ્રાન્સિસ્કોમાં પોતાની ઓફિસનો સામાન વેચવો પડ્યો અને કેટલાય કર્મચારીઓને તો ગુડ બાય કહી દેવામાં આવ્યુ. 

નવા વર્ષમાં ફિચર્સની લાઇન લાગી - 
એ વાત તો તમે બધા જાણો જ છો, જ્યારથી ટ્વીટરને એલન મસ્કે ખરીદ્યુ છે, ત્યારથી સતત આ પ્લેટફોર્મ પર એકથી એક ફેરફારો થઇ રહ્યાં છે. વેરિફિકેશન માટે પેડ સર્વિસ હોય કે બેઝ કે રંગના ફેરફાર કે ટ્વીટરનો યૂઆઇ, બધુ બદલાઇ રહ્યું છે. આ વર્ષે ટ્વીટર યૂઝર્સને કેટલાય ફિચર્સ મળવાના છે જે પછી તેનું એક્સપીરિયન્સ એપ પર વધુ સારો થઇ જશે. ટ્વીટને એડિટ કરવાનો ઓપ્શન હોય કે અનડૂ, લાંબા ટ્વીટ હોય કે ટ્વીટનુ પરફોર્મન્સ જોવાનુ હોય, આ વર્ષે કેટલાય નવા ફિચર્સ આવવાના છે.

Elon Musk: ખુરશી-ટેબલ, કોફી મશીન અને ટ્વિટર લોગો વેચ્યા પછી પણ ઇલોન મસ્કને હેડક્વાર્ટરનું ભાડું ચૂકવવામાં ફાંફા, કેસ દાખલ

Twitter Headquarters Rent: ટ્વિટરની હાલત ખરાબ થઈ રહી છે. ઇલોન મસ્ક યુએસમાં ટ્વિટરના હેડક્વાર્ટરનું ભાડું ચૂકવી શક્યા નથી. હવે બિલ્ડિંગના માલિક વતી કેસ દાખલ કરવામાં આવ્યો છે. દાખલ કરાયેલા દાવા મુજબ, ઇલોન મસ્કને ટ્વિટર હસ્તગત કર્યા બાદથી ટ્વિટરના સાન ફ્રાન્સિસ્કો હેડક્વાર્ટર માટે ભાડું ચૂકવવામાં આવ્યું નથી.

સોશિયલ મીડિયા કંપનીએ 1355 માર્કેટ સ્ટ્રીટ ખાતેના તેના હેડક્વાર્ટરના ભાડામાં ડિફોલ્ટ કર્યું છે, ડિસેમ્બર માટે $3.36 મિલિયન અને જાન્યુઆરી માટે $3.42 મિલિયન, બિલ્ડિંગના માલિકે સોમવારે કેલિફોર્નિયામાં રાજ્યની કોર્ટમાં દાખલ કરેલા મુકદ્દમામાં જણાવ્યું હતું. તાજેતરમાં, ટ્વિટરના સીઈઓએ સાન ફ્રાન્સિસ્કો હેડક્વાર્ટરમાંથી 631 વસ્તુઓની હરાજીનું આયોજન કર્યું હતું.

ટ્વિટર હેડક્વાર્ટરની નજીક કેટલી જગ્યા

દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ ટ્વિટરે સાન ફ્રાન્સિસ્કો બિલ્ડિંગના આઠ માળ પર 460,000 ચોરસ ફૂટથી વધુ જગ્યા ભાડે આપી છે. બિલ્ડિંગના માલિકે સિક્યોરિટી તરીકે $3.6 મિલિયનનો ક્રેડિટ લેટર મૂક્યો છે, જેને વધારીને $10 મિલિયન કરવાની જરૂર છે.

ટ્વિટર બર્ડ 1 મિલિયન ડોલરમાં વેચાયું હતું

ઈલોન મસ્કે ઓનલાઈન હરાજી દરમિયાન લગભગ 100 વસ્તુઓ સારી કિંમતે વેચી હતી. આમાં માત્ર એક ટ્વિટરનો લોગો 1 લાખ ડોલર એટલે કે 81 લાખ રૂપિયામાં વેચાયો હતો. આ ઉપરાંત, ટ્વિટર હેડક્વાર્ટરમાંથી ડિઝાઇનર ખુરશીઓ, ટેબલ અને કોફી મશીન જેવી વસ્તુઓ વેચવામાં આવી હતી. આ હરાજી 27 કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન કેટલીક વસ્તુઓની કિંમત વધુ હોવાના કારણે હરાજી થઈ શકી નથી.

ઇલોન મસ્ક પર $12.5 બિલિયનનું દેવું

તમને જણાવી દઈએ કે, ઑલોન મસ્કે ઓક્ટોબરમાં ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદ્યું ત્યારથી, અબજોપતિએ અડધા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા, વિશ્વભરની અન્ય કંપનીની ઑફિસનું ભાડું પાછું લીધું અને જેટ ચાર્ટર જેવા કેટલાક બાકી બિલ ચૂકવવાનો ઇનકાર કર્યો. ટ્વિટરના અધિગ્રહણને કારણે મસ્ક પર $12.5 બિલિયનનું દેવું છે.

ટ્વિટરના સીઈઓ ઈલોન મસ્કે ટ્વિટરને લઈને વધુ એક પ્લાન રજૂ કરવાની યોજના બનાવી છે. આ પ્લાન હાઈ પ્રાઈસ સબસ્ક્રિપ્શન હશે, જે અંતર્ગત ટ્વિટર ચલાવનારા લોકોને એડ ફ્રી સુવિધા આપવામાં આવશે, એટલે કે ટ્વિટર ચલાવતી વખતે કોઈ એડ નહીં આવે. ટ્વિટર બોસે શનિવારે એક ટ્વિટ દ્વારા આ જાહેરાત કરી હતી.

મસ્કે કહ્યું કે ટ્વિટર ખૂબ જ જલ્દી એક ઉચ્ચ કિંમતનો પ્લાન રજૂ કરવા જઈ રહ્યું છે, જે અંતર્ગત સોશિયલ મીડિયા નેટવર્ક તમને એડ ફ્રીની સુવિધા આપશે. ઇલોન મસ્કે થોડા દિવસો પહેલા જ બ્લુ બેજને લગતી યોજનામાં સુધારો કર્યો હતો. હવે બ્લુ બેજ માટે વાર્ષિક દર મહિને $11 બિલિયન ચૂકવવા પડશે. જો કે, આ પ્લાન માત્ર થોડા જ દેશોમાં Apple યુઝર્સને લાગુ પડે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે
રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો
રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Meeting Of Patidar:‘પાટીદારોની FIR લેવામાં આવતી નથી.. ગુંડાઓને પોલીસ સપોર્ટ કરે છે..’પાટીદારોનો હુંકારSurat Crime : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં દીકરીઓ અસલામતTantrik Custodial Death Case : મૃતક તાંત્રિક નવલસિંહને લઈ મોટો ખુલાસો, ક્યાંથી શીખ્યો તાંત્રિક વિદ્યા?Mumbai Bus Accident : મુંબઈનો ‘યમરાજ’ બસ ડ્રાઇવર : બ્રેક ને બદલે એક્સિલેટર દબાવ્યું ને 7નો લીધો ભોગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે
રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો
રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો
Virat Kohli IND vs AUS: કોહલી કેમ વહેલો આઉટ થઈ જાય છે? થયો ખુલાસો
Virat Kohli IND vs AUS: કોહલી કેમ વહેલો આઉટ થઈ જાય છે? થયો ખુલાસો
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ 25% જેટલું ઘટી જશે, બસ કરી લો આ 2 કામ
હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ 25% જેટલું ઘટી જશે, બસ કરી લો આ 2 કામ
"ફાંસી આપવામાં વિલંબ એ તેને આજીવન કેદમાં પરિવર્તિત કરવા માટેનો આધાર છે" - સુપ્રીમ કોર્ટે
Embed widget