શોધખોળ કરો

Upcoming: ત્રણ દિવસમાં ત્રણ હાઇટેક ફોન થશે લૉન્ચ, યૂઝર્સને કયા-કયા નવા ફિચર્સ મળશે ?

Upcoming Smartphones in 2024: ASUS ROG ફોન 9માં 6.78 ઇંચની ડિસ્પ્લે લૉન્ચ થઈ શકે છે. આ ફોનમાં 165Hz રિફ્રેશ રેટ હશે

Upcoming Smartphones in 2024: વર્ષ 2024 ટૂંક સમયમાં આપણા બધાને અલવિદા કહેવા જઈ રહ્યું છે, પરંતુ વર્ષના અંત પહેલા ઘણા સ્માર્ટફોન લૉન્ચ થવાના બાકી છે. Vivo, Asus, Redmi જેવી બ્રાન્ડના ઘણા લોકપ્રિય સ્માર્ટફોન આગામી થોડા અઠવાડિયામાં લૉન્ચ થવા જઈ રહ્યા છે. Vivo X200 સીરીઝ વૈશ્વિક સ્તરે લૉન્ચ કરશે. વળી, Ausu તેના ROG ફ્લેગશિપને લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આવો, ચાલો જાણીએ કે કયા ફોન લૉન્ચ થવા જઈ રહ્યા છે.

ASUS ROG Phone 9 - 
ASUS ROG Phone 9 સ્માર્ટફોન સીરીઝ 19 નવેમ્બરે લૉન્ચ થવા જઈ રહી છે. કંપની સીરીઝમાં બે મૉડલ રજૂ કરી શકે છે, જેમાં આરઓજી ફોન 9 અને આરઓજી ફોન 9 પ્રૉ સામેલ હશે. આ બંને ગેમિંગ સ્માર્ટફોન હશે, તેથી બંને ડિવાઈસ Qualcomm Snapdragon 8 Elite ચિપસેટ સાથે લૉન્ચ થઈ શકે છે.

ASUS ROG ફોન 9માં 6.78 ઇંચની ડિસ્પ્લે લૉન્ચ થઈ શકે છે. આ ફોનમાં 165Hz રિફ્રેશ રેટ હશે. વળી, 50MP મુખ્ય કેમેરા, 13MP અલ્ટ્રા વાઇડ કેમેરા, અને 5MP મેક્રો કેમેરા પાછળના ભાગમાં જોઈ શકાય છે. વળી, સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 32-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો ઉપલબ્ધ થઈ શકે છે. બેટરીની વાત કરીએ તો ROG ફોન 9માં 5800mAh બેટરી અને 65W ફાસ્ટ ચાર્જિંગ જોઈ શકાય છે.

Redmi A4 5G - 
Redmi A4 5G ભારતમાં 20 નવેમ્બરે લૉન્ચ થવા જઈ રહ્યું છે. Redmi A4 5G ફોનમાં Qualcomm Snapdragon 4s Gen 2 ચિપસેટ હશે. આ સિવાય ફોનમાં સર્ક્યૂલર કેમેરા, ગ્લાસ બેક પેનલ અને ફ્લેટ ફ્રેમ ડિઝાઇન જોઈ શકાય છે. આ ફોનમાં 6.88 ઈંચ 120Hz ડિસ્પ્લે જોઈ શકાય છે. ઉપરાંત આ ફોન બેઝ વેરિઅન્ટ 4 જીબી રેમ, 128 જીબી સ્ટૉરેજ સાથે આવી શકે છે. વળી, તેની કિંમત 8,499 રૂપિયા હોઈ શકે છે.

Vivo X200 - 
Vivo X200 સીરીઝ આ મહિનાની 19 તારીખે વૈશ્વિક સ્તરે લોન્ચ થઈ શકે છે. તેની શરૂઆત મલેશિયાથી થઈ શકે છે. આ ફોનમાં MediaTek Dimensity 9400 ચિપસેટ આપવામાં આવી છે. Zeiss કેમેરા પણ ઉપલબ્ધ હશે. ફોનના પાછળના ભાગમાં મુખ્ય લેન્સ 50MP છે જેની સાથે 50MP અલ્ટ્રા-વાઇડ કેમેરા પણ છે. વળી, ફોનમાં સેલ્ફી માટે 32-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા હશે. તેનો રિફ્રેશ રેટ 120Hz અને IP69 રેટિંગ છે, જે ધૂળ અને પાણીથી રક્ષણ આપે છે.

Vivo Y300 - 
Vivo Y300 ભારતમાં 21 નવેમ્બરે લૉન્ચ થવા જઈ રહી છે. આ ફોનમાં Qualcomm Snapdragon Gen 2 ચિપસેટ આપવામાં આવી છે. ઉપરાંત, ફોનમાં 5000mAh બેટરી છે. આ ફોનમાં 50MPનો મુખ્ય કેમેરા છે અને 32-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા જોઈ શકાય છે. આ ફોન 6.7 ઇંચની OLED ડિસ્પ્લે સાથે માર્કેટમાં આવશે.

આ પણ વાંચો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલRajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલRajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Embed widget