આ મહિને માર્કેટમાં આવશે 44MP સેલ્ફી વાળો દમદાર ફોન, લીક થઇ કિંમત ને ફિચર્સ......
લૉન્ચ પહેલા હવે આ ફોનની કિંમત અને ફિચર્સ લીક થઇ ગયા છે.
નવી દિલ્હીઃ ચીની દિગ્ગજ સ્માર્ટફોન મેકર વીવો ભારતમાં વધુ એક દમદાર ફોનને લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ છે કે, Vivo V23e 5G ભારતમાં ફેબ્રુઆરી મહિનામાં જ લૉન્ચ થવાનો છે, જોકે, લૉન્ચ પહેલા હવે આ ફોનની કિંમત અને ફિચર્સ લીક થઇ ગયા છે.
રિપોર્ટ છે કે, વીવો કંપની Vivo V23e 5Gને ભારતમાં આગામી 21 ફેબ્રુઆરીએ લૉન્ચ કરી રહ્યું છે. હાલમાં એક ટિપ્સ્ટર સામે આવ્યુ હતુ, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે Vivo V23e 5G ફોન આગામી 21 ફેબ્રુઆરીએ લૉન્ચ થઇ રહ્યો છે, આમાં ફોનની બેઝ પ્રાઇઝ અને કલર વેરિએન્ટ પણ સામે આવ્યા હતા. હવે મુંબઇના એક રિટેલરે ફોનની કિંમતનો પણ ખુલાસો કરી દીધો છે.
Vivo V23e 5G price (Rumoured)
રિપોર્ટ છે કે, Vivo V23e 5Gની કિંમતની વાત કરીએ તો મુંબઇના રિટેલરે ખુલાસો કર્યો છે કે, આ સ્માર્ટફોનની કિંમત 25,990 રૂપિયા હશે. જેમાં 8જીબી રેમ અને 128 જીબી સ્ટૉરેજ વેરિએન્ટ આવશે. ડિેસમ્બર 2021માં આ ફોન થાઇલેન્ડમાં લૉન્ચ થઇ ચૂક્યો છે. જોકે, આ કયા વેરિએન્ટમાં લૉન્ચ થશે તેની સ્પષ્ટતા નથી.
છેલ્લા થોડાક દિવસોથી આવેલી લીક્સ અનુસાર, આ ગ્રેડિઅન્ટ બ્લૂ, મિડનાઇટ બ્લૂ અને સનશાઇન ગૉલ્ડ કલર વેરિએન્ટમાં લૉન્ચ થઇ શકે છે. આ ઉપરાંત ટિપ્સ્ટર મુકુલ શર્માએ પોતાના ટ્વીટર પૉસ્ટમાં ફોનની લૉન્ચ ડેટનો લઇને પણ દાવો કર્યો છે કે આ ફોન 21 ફેબ્રુઆરીએ લૉન્ચ થશે. ટિપ્સ્ટરે ફોન વિશે બીજી કોઇ જાણકારી શેર નથી કરી. ખાસ વાત છે કે, Vivo V23 સીરીઝમાં આ ત્રીજુ ડિવાઇસ હશે.
આ પણ વાંચો----
સ્પેનિશ અને ફ્રેંચ શીખવું હોય તો અહીંયા લો એડમિશન, જાણો કેટલી છે કોર્સ ફી અને કોણ કરી શકે છે અરજી
Ration Card: રાશન કાર્ડ ડીલર આપી રહ્યા છે ઓછું રાશન, આ નંબર પર કરો ફરિયાદ
ગ્રેજ્યુએટ માટે આવ્યા સારા સમાચાર, આ કંપની 55 હજારની કરશે ભરતી
ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો અહીં કરો અરજી, મળશે સારો પગાર
બેંકમાં નોકરી મેળવવાની મોટી તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો વિગતે
દેશમાં ફરીથી આ ત્રણ મોટા રાજ્યોમાં વધવા લાગ્યા કોરોનાના કેસો, જાણો મોતના આંકડાથી લઇને સંપૂર્ણ સ્થિતિ