Vivo Y15c: Vivoએ ભારતમાં લોન્ચ કર્યો સસ્તો સ્માર્ટફોન, ઓછી કિંમતમાં મળશે આ શાનદાર ફીચર્સ
ફોનને પાવર આપવા માટે તેમાં 5000mAh બેટરી આપવામાં આવી છે. આ બેટરી 10 વોટ ચાર્જરના સપોર્ટ સાથે આવે છે.
Vivo Y15c Price: Vivoએ ભારતમાં વધુ એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન Vivo y15c છે. કંપનીએ તેના બે વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. એક વેરિઅન્ટમાં 32 GB રેમ છે અને બીજામાં 64 GB છે. તેની ઇન્ટરનલ મેમરીને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. ફીચર્સની વાત કરીએ તો તેમાં 6.51 ઇંચની LCD ડિસ્પ્લે છે. ફોનની સ્પીડ સારી રાખવા માટે તેમાં 3 જીબી રેમ આપવામાં આવી છે. ફોન MediaTek Helio P35 પ્રોસેસર સાથે આવ્યો છે.
ફોનને પાવર આપવા માટે તેમાં 5000mAh બેટરી આપવામાં આવી છે. આ બેટરી 10 વોટ ચાર્જરના સપોર્ટ સાથે આવે છે. કેમેરાની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં 13 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 2 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા છે. સાથે જ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલ આપવામાં આવ્યા છે.
આ ફોન બ્લુ અને વેવ ગ્રીન કલરમાં ખરીદી શકાય છે. કંપનીએ હજુ કિંમત વિશે કોઈ ખુલાસો કર્યો નથી. આ ફોન Google ના Android 12 પર Funtouch OS 12 પર કામ કરે છે. સુરક્ષા માટે ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. ખાસ વાત એ છે કે ફિંગરપ્રિન્ટ સ્કેનરમાં જ પાવર બટન આપવામાં આવ્યું છે. આ ફોનમાં MicroUSB પોર્ટ, Dual 4G VoLTE, 3.5mm જેક અને WiFi અને Bluetooth 5.2 છે. તમને જણાવી દઈએ કે કંપનીએ થોડા સમય પહેલા Vivo Y15S લોન્ચ કર્યો હતો. જેની કિંમત રૂ.10490 થી શરૂ થાય છે. તે ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ છે.