શોધખોળ કરો

WhatsApp પર VIP સ્ટોક ટિપ્સથી સાવધાન! ગૃહ મંત્રાલયે જાહેર કરી નવી એડવાઈઝરી

online investment fraud: નકલી ટ્રેડિંગ એપ અને VIP સ્ટોક ટિપ્સના બહાને લાખો ખંખેરતી નવી મોડસ ઓપરેન્ડી, ગૃહ મંત્રાલયની ચેતવણી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નકલી રોકાણ એપથી છેતરપિંડી, ગૃહ મંત્રાલયે ચેતવણી આપી.
  • ખાનગી લિંક્સથી નકલી એપ ડાઉનલોડ કરાવી નફો બતાવે.
  • પૈસા ઉપાડવા ટેક્સ-ફી બહાને વધુ પૈસાની માંગણી થાય.
  • અજાણી લિંક્સ ટાળો, બ્રોકર તપાસો, 1930 પર ફરિયાદ કરો.

online investment fraud: શું તમને પણ વોટ્સએપ કે ટેલિગ્રામ પર 'ગેરંટીડ રિટર્ન' કે 'VIP સ્ટોક ટિપ્સ' આપતા મેસેજ આવે છે? જો હા, તો ચેતી જજો! ગૃહ મંત્રાલય (MHA) ની ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) વિંગે ઓનલાઈન રોકાણના નામે થતી છેતરપિંડી અંગે ગંભીર ચેતવણી આપી છે. સાયબર ગુનેગારો હવે લોકોને શેરબજારમાં ટૂંકા ગાળામાં મોટા અને ગેરંટીડ નફાની લાલચ આપીને ખાનગી લિંક દ્વારા નકલી ટ્રેડિંગ એપ ડાઉનલોડ કરાવી રહ્યા છે, અને પછી ડેટા ચોરીની સાથે લાખો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે.

કેવી રીતે કામ કરે છે આ સાયબર ગઠિયાઓ?

આ છેતરપિંડીની શરૂઆત અજાણ્યા વોટ્સએપ અથવા ટેલિગ્રામ ગ્રુપથી થાય છે. ગઠિયાઓ નકલી રોકાણ જૂથો બનાવે છે અને પોતાને બજારના નિષ્ણાત અથવા પ્રતિષ્ઠિત નાણાકીય કંપનીના પ્રતિનિધિ તરીકે રજૂ કરે છે. તેઓ યુઝર્સને ફેક ટ્રેડિંગ સક્સેસ સ્ટોરીઝ અને 'VIP સ્ટોક ટિપ્સ' આપીને વિશ્વાસમાં લે છે. ત્યારબાદ, તેઓ પીડિતોને સત્તાવાર પ્લે સ્ટોર કે એપ સ્ટોરની જગ્યાએ કોઈ વોટ્સએપ મેસેજમાં આવેલી ખાનગી લિંક મારફતે ટ્રેડિંગ એપ ડાઉનલોડ કરવા માટે સમજાવે છે.

નકલી નફાની માયાજાળ અને મુંબઈનો કિસ્સો

તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, આ નકલી એપમાં પીડિતને શરૂઆતમાં ટ્રેડિંગ ડેશબોર્ડ પર મોટો નફો દેખાડવામાં આવે છે, જેથી તે વધુને વધુ પૈસા રોકવા પ્રેરાય. પરંતુ, જ્યારે રોકાણકાર પોતાના પૈસા ઉપાડવાનો (Withdraw) પ્રયાસ કરે છે, ત્યારે તેને ટેક્સ, પ્રોસેસિંગ ફી અથવા એકાઉન્ટ વેરિફિકેશન ચાર્જના બહાને વધુ પૈસા જમા કરાવવાનું કહેવાય છે.

આનું તાજેતરનું ઉદાહરણ મુંબઈના એક નિવૃત્ત વૈજ્ઞાનિકનો કિસ્સો છે. તેમને પણ આવા જ એક અજાણ્યા વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને નકલી એપ ડાઉનલોડ કરાવાઈ હતી. નફો દેખાડીને તેમની પાસે મોટી રકમનું રોકાણ કરાવાયું અને જ્યારે તેમણે પૈસા ઉપાડવા માંગ્યા, ત્યારે તેમનું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું, જેનાથી તેઓ પોતાના જ પૈસા પાછા મેળવી શક્યા નહીં.

રોકાણ કરતા પહેલા આટલું ખાસ ધ્યાનમાં રાખો:

સત્તાવાર એપ સ્ટોર સિવાય અન્ય કોઈ અજાણી કે ખાનગી લિંકથી ટ્રેડિંગ એપ ક્યારેય ડાઉનલોડ ન કરો.

અજાણ્યા વોટ્સએપ કે ટેલિગ્રામ ગ્રુપમાં મળતી રોકાણ સલાહ કે 'ગેરંટીડ રિટર્ન'ના દાવાઓને ચેતવણીરૂપ (Red Flag) માનીને તેના પર વિશ્વાસ ન કરો.

યાદ રાખો કે, સાચા સ્ટોકબ્રોકર કે નાણાકીય સંસ્થાઓ તમારા જમા થયેલા પૈસા ઉપાડવા માટે ક્યારેય વધારાના પૈસા કે ફી માંગતા નથી.

કોઈપણ પ્લેટફોર્મ પર રોકાણ કરતા પહેલા બ્રોકર અને ટ્રેડિંગ એપના ઓળખપત્રોની સંપૂર્ણ ખરાઈ કરો.

જો તમારી સાથે છેતરપિંડી થાય તો શું કરવું?

જો તમને જરા પણ શંકા હોય કે તમારી સાથે સાયબર ફ્રોડ થયો છે, તો મોડું કર્યા વગર તાત્કાલિક 1930 પર કૉલ કરીને રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઇનનો સંપર્ક કરો. આ ઉપરાંત, તમે ભારત સરકારના સત્તાવાર પોર્ટલ cybercrime.gov.in પર જઈને પણ તમારી ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો. અધિકારીઓના મતે, સાયબર ગુનાઓ સામે જાગૃતિ એ જ તમારું સૌથી મોટું હથિયાર છે, તેથી આ માહિતી તમારા પરિવાર અને મિત્રો સાથે ચોક્કસ શેર કરો.

Frequently Asked Questions

ઓનલાઈન રોકાણ છેતરપિંડી શું છે?

સાયબર ગુનેગારો વોટ્સએપ કે ટેલિગ્રામ પર 'ગેરંટીડ રિટર્ન' આપી નકલી ટ્રેડિંગ એપ દ્વારા લોકોને છેતરે છે. તેઓ નકલી નફો બતાવી વધુ રોકાણ કરાવે છે અને પછી પૈસા ઉપાડતી વખતે ફી માંગે છે.

સાયબર ગુનેગારો લોકોને કેવી રીતે ફસાવે છે?

તેઓ નકલી રોકાણ જૂથો બનાવે છે અને પોતાને નિષ્ણાત ગણાવી 'VIP સ્ટોક ટિપ્સ' આપે છે. પછી ખાનગી લિંક દ્વારા નકલી ટ્રેડિંગ એપ ડાઉનલોડ કરવા સમજાવે છે.

ઓનલાઈન રોકાણ છેતરપિંડીથી બચવા શું કરવું જોઈએ?

સત્તાવાર એપ સ્ટોર સિવાયની લિંકથી એપ ડાઉનલોડ ન કરો. અજાણ્યા ગ્રુપની 'ગેરંટીડ રિટર્ન' સલાહ પર વિશ્વાસ ન કરો અને બ્રોકરના ઓળખપત્રો ચકાસો.

જો છેતરપિંડી થાય તો ક્યાં સંપર્ક કરવો?

જો તમારી સાથે છેતરપિંડી થાય, તો તાત્કાલિક 1930 પર કૉલ કરીને રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઇનનો સંપર્ક કરો. તમે cybercrime.gov.in પર પણ ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
Jio એ લોન્ચ કર્યા 3 નવા રિચાર્જ, 365 દિવસ વેલિડિટી સાથે મળશે 15 OTT નો લાભ 
Jio એ લોન્ચ કર્યા 3 નવા રિચાર્જ, 365 દિવસ વેલિડિટી સાથે મળશે 15 OTT નો લાભ 
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
BSNL નો ધમાકેદાર પ્લાન: 200 Mbps સ્પીડ, 27 OTT ફ્રી અને ₹88 નું ડિસ્કાઉન્ટ
BSNL નો ધમાકેદાર પ્લાન: 200 Mbps સ્પીડ, 27 OTT ફ્રી અને ₹88 નું ડિસ્કાઉન્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Embed widget