31 માર્ચ પછી આ સ્માર્ટફોન્સમાં નહીં ચાલે WhatsApp, ચેક કરો આખુ List, ક્યાંક તમારો ફોન તો નથીને સામેલ...........
31 માર્ચથી કેટલીય એન્ડ્રોઇડ, આઇઓએસ કે કાઇઓએસ વર્ઝન ચલાવનારા કેટલાય ફોન મેસેજિંગ સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં અસમર્થ રહેશે.
નવી દિલ્હીઃ દુનિયાભરમાં સોશ્યલ મીડિયા વૉટ્સએપના અબજો યૂઝર્સ છે, વૉટ્સએપ આજકાલ સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાની એક છે. પરંતુ હવે વૉટ્સએપ યૂઝર્સ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે કેટલાય સ્માર્ટફોન્સમાંથી 31 માર્ચ બાદ વૉટ્સએપ કામ કરવાનુ બંધ કરી દેશે, આવુ એટલા માટે કે વૉટ્સએપનુ નવુ વર્ઝન તેમાં સપોર્ટ નહીં કરી શકે. વૉટ્સએપ સ્પેષ્ટ કરી રહ્યું છે કે જુના થઇ ગયેલા સૉફ્ટવેર વર્ઝનના કારણે કેટલાય બ્રાન્ડના ફોન પર વૉટ્સએપ કામ નહીં કરી શકે. 31 માર્ચથી કેટલીય એન્ડ્રોઇડ, આઇઓએસ કે કાઇઓએસ વર્ઝન ચલાવનારા કેટલાય ફોન મેસેજિંગ સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં અસમર્થ રહેશે. વૉટ્સએપે પોતાની હંમેશા પુછનારી FAQ વેબસાઇટ પર જાણકારી આપી છે , જેનાથી આપણને સ્પષ્ટ રીતે જાણવા મળે છે કે આ તારીખ બાદ કયા કયા વર્ઝન વૉટ્સએપને સમર્થન નહીં કરે.
31 માર્ચથી કેટલાક ફોન પર કામ નહીં કરે WhatsApp-
Android ફોન- જો તમારા ફોનમાં Android 4.1 કે ઉચ્ચતર નથી તો WhatsApp કામ કરવાનુ બંધ કરી દેશે. તમે તમારા ખાતાને વેલિડેન્ટ કરવા માટે તમારે એક ફોન નંબર કે એક એસએમએસ નંબરની આવશ્યકતા રહેશે.
iOS ફોન - આઇઓએસ 10 કે તેના પછીના વર્ઝન ચલાવનારા આઇફોન યૂઝર્સ પોતાના ડિવાઇસ પર વૉટ્સએપનો ઉપયોગ કરી શકશે. Apple હાલમાં iOS 15 વેચી રહ્યું છે, જે ત્રણથી ચાર વર્ષ જુના iPhoneની સાથે સંગત છે. WhatsAppએ જેલબ્રેક કરવામાં આવેલા iPhone નો ઉપયોગ ના કરવાની સલાહ આપી છે.
KaiOS: - જો તમારો સ્માર્ટફોન KaiOS પ્લેટફોર્મ દ્વારા સંચાલિચ છે, તો WhatsApp ને KaiOS વર્ઝન 2.5 કે નવાની જરૂર છે. JioPhone અને JioPhone 2 સમર્થિત ડિવાઇસમાંથી છે. Xiaomi, Samsung, LG અને Motorola મેટાની અધિકારિક સૂચીમાં દર્શાવવામાં આવેલી બ્રાન્ડોમાંથી છે, અહીં ફોન છે જે હવે વૉટ્સએપનુ સમર્થન નથી કરતા...
LG
LG Optimus F7, Optimus L3 II Dual, Optimus F5, Optimus L5 II, Optimus L5 II Dual, Optimus L3 II, Optimus L7 II Dual, Optimus L7 II, Optimus F6, LG Enact, Optimus L4 II Dual, Optimus F3, Optimus L4 II , Optimus L2 II and Optimus F3Q
Motorola
Motorola Droid Razr
Xiaomi
Xiaomi HongMi, Mi2a, Mi2s, Redmi Note 4G and HongMi 1s
Huawei
Huawei Ascend D, Quad XL, Ascend D1, Quad XL and Ascend P1 S
Samsung
Samsung Galaxy Trend Lite, Galaxy S3 mini, Galaxy Xcover 2 and Galaxy Core
વૉટ્સએપ નિયમિત આધાર પર આ અપડેટ કરે છે, એ નક્કી કરે છે કે તેની એપ નવી ટેકનિકની સાથે ગતિથી ચાલી રહી છે. વૉટ્સએપ જુના એન્ડ્રોઇડ કે આઇઓએસ વર્ઝન્સને પણ હટાવી દેશે, જે હવે સૂચીમાં સમર્થિત નથી.
આ પણ વાંચો........
રશિયા યૂક્રેનના કીવ-ચર્નિહીવમાંથી સેના ઓછી કરશે, જાણો શું છે યૂક્રેનનો નવો શાંતિ પ્રસ્તાવ
આ ડાયટ રૂટીન ક્યારેય ન અપનાવો થઇ શકે છે સ્વાસ્થ્યને ભારે નુકસાન, જાણો શું છે એક્સ્પર્ટનો મત