શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સ્પેનમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક વધીને 767 થયો, 24 કલાકમાં 30 ટકા થયો વધારો
સ્પેનના આરોગ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે, કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા છેલ્લા 24 કલાકમાં 209થી વધીને 767 ગઈ છે. કારણ કે ગુરુવારે કોરોનાવાયરસના કેસની સંખ્યા એક ક્વાર્ટરમાં વધીને 17, 147 થઈ ગઈ હતી.
નવી દિલ્હી: દુનિયાભરમાં કાળો કહેર વર્તાવનાર કોરોના વાયરસથી અત્યાર સુધી બે લાખથી વધુ લોકો વાયરસથી સંક્રમિત થયા છે. જ્યારે લગભગ 9 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. તેની વચ્ચે સ્પેનમાં પણ કોરોના વાયરસથી હાહાકાર મચી જવા પામી છે. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર સ્પેનમાં કોવિડ-19થી મૃતકોની સંખ્યા વધીને 767 થઈ ગઈ છે. મૃત્યુઆંકમાં 24 કલાકમાંજ 30 ટકાનો વધારો થયો હતો.
સ્પેનના આરોગ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે, કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા છેલ્લા 24 કલાકમાં 209થી વધીને 767 ગઈ છે. કારણ કે ગુરુવારે કોરોનાવાયરસના કેસની સંખ્યા એક ક્વાર્ટરમાં વધીને 17, 147 થઈ ગઈ હતી. બુધવારે વાયરસથી સંક્રમિત કેસની સંખ્યા 13,716 હતી.
ભારતમાં અત્યાર સુધી કોવિડ-19થી સંક્રમિત 167 કેસ સામે આવી ચૂક્યા છે. તેની વચ્ચે ભારતમાં કોરોના વાયરસથી વધુ એક દર્દીનું મોત થયું છે. પંજાબમાં કોરોના સંક્રમિત દર્દીનું મોત થયુ છે આ સાથે ભારતમાં આ વાયરસને કારણે 4 લોકોના મોત થઈ ચુક્યા છે. આ પહેલા દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્રમાં એક-એક દર્દીનું મોત થયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion