વડોદરા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ અમેરિકન માગરિકે એવા પૂર્વ પતિએ ગુજરાત હાઈકોર્ટમાં આપીલ કરી હતી. કોર્ટે આ મામલે પોલીસને તપાસ કરવાની મંજૂરી આપી પણ પૂર્વ પતિની ધરપકડ કરવાની મનાઈ ફરમાવી હતી. કોર્ટ બાદમાં બન્ને સમાધાન કરવા કહ્યું હતું. જોકે કોઈ કારણોસર બન્ને વચ્ચે સમાધાન ન થઈ શક્યું. આ દરમિયાન પોલીસે પૂર્વ પતિ વિરૂદ્ધ ચાર્જશીટ ફાઈલ કરી દીધી. બાદમાં પતિએ હાઈકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી જેને કોર્ટે માન્ય રાખતા આ કેસનો નિકાલ કર્યો હતો.
2/5
મહિલાએ આરોપ લગાવ્યો છે કે, પૂર્વ પતિએ ડિવોર્સ બાદ કહ્યું હતું કે, આ ડિવોર્સ તેની માતાને ખુશ કરવા માટે લીધા છે. પોતે ફરીથી તેની સાથે મેરેજ કરશે બાદમાં એક વર્ષ સુધી મહિલા અમેરિકામાં રહી અને પછી વડોદરા આવી ગઈ હતી. બાદમાં પણ પૂર્વ પતિ વડોદરા તેના ઘરે આવતો હતો અને સંબંધ બાંધતો હતો. આ ઉપરાંત મહિલાએ પોતાને જીવનું જોખમ હોવાનો પણ આરોપ મુક્યો હતો. જોકે બચાવ પક્ષના વકીલે મહિલાના તમામ દાવાઓને ફગાવી દીધા હતા.
3/5
મહિલાની ફરિયાદ અનુસાર 1996માં તેણે અમેરિકના નાગરિક અને મૂળ ગુજરાતી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 6 મહિના બાદ તે પતી સાથે રહેવા અમેરિકા ચાલી ગઈ હતી. 2007માં બન્ને એક સંતાનના પેરેન્ટ્સ બન્યા હતા. પાછળથી લગ્ન જીવનમાં બધુ ઠીક ન ચાલતા 2015માં બન્નેએ અમેરિકામાં કોર્ટમાંથી ડિવોર્સ લીધા હતા. ત્યાર બાદ પૂર્વ પતિએ મહિલાને કથિત રીતે લલચાવી ભોળવીને એક વર્ષ સુધી પોતાની સાથે જ રાખી હતી અને આ દરમિયાન અનેકવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
4/5
અમદાવાદઃ વડોદરામાં રહેતા મહિલાએ અમેરિકામાં રહેતા પૂર્વ પતિ પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યનો આરોપ મુક્યો છે. પૂર્વ પતિ સાથે ડિવોર્સ લઈ લીધા બાદ તેણે ભેળણીને એક વર્ષ સુધી સંબધ બાંધ્યાનો આરોપ મહિલાએ લગાવ્યો છે. મહિલા હાલમાં વડોદરામાં એકાઉન્ટન્ટનું કામ કરે છે.
5/5
ફરિયાદમાં મહિલાઓ આરોપ લગાવ્યો છે. ડિવોર્સ લીધા બાદ ફરીથી લગ્ન કરવાનું ખોટું વચન આપીને પૂર્વ પતિએ તેનું શારીરિક શોષણ કર્યું છે. બીજી બાજુ પૂર્વ પતિએ પત્ની સાથે ફરિયાદ દાખલ કરતાં આરોપ મુક્યો છે કે, તે બીજા લગ્ન કરવાની જાણ પત્નીને થતાં ખોટા આરોપ મુકીને કનડગત કરી રહી છે.