પીડિતાએ કહ્યું કે, આ એકલી મારી લડાઇ નથી પણ આખા રાજ્યની યુવતીઓની લડાઇ છે. મને યુનિવર્સિટીમાં ઓછી હાજરીને લઇને વારંવાર ધમકાવવામાં આવતી હતી.
2/4
પીડિતાએ કહ્યું કે મને મારા પરિવાર અને ફિયાન્સ તરફથી હિંમત મળી છે. સરકાર આ કેસમાં નિષ્પક્ષ તપાસ કરે તો સારુ. પીડિતાએ કહ્યું કે જયેશ પટેલને ફાંસીની સજા મળવી જોઇએ. ભાવના પટેલ પણ જયેશ પટેલ જેટલી જ દોષિત છે.
3/4
વધુમાં પીડિતાએ જણાવ્યું હતું કે હું ન્યાય મેળવવા માટે અંતિમ શ્વાસ સુધી લડીશ. પીડિતાએ આક્ષેપ કર્યો હતો કે પારૂલ યુનિવર્સિટીમાં અનેક યુવતીઓનું જાતીય શોષણ થતું હશે. અને તે યુવતીઓએ પણ હિંમત કરી જાહેરમાં આવી જયેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી જોઇએ.
4/4
વડોદરાઃ પારૂલ યુનિવર્સિટી રેપકાંડમાં રોજરોજે નવા ખુલાસાઓ થતાં રહે છે. પીડિતાએ ABP અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મને જયેશ પટેલે ધમકી આપી હતી કે હું કોઇને રેપની વાત કરીશ તો તે મારા પતિને મારી નાખશે. તે ઉપરાંત પીડિતાએ જણાવ્યુ હતું કે જયેશ પટેલે મને રોજના ત્રણ હજાર રૂપિયાની ઓફર પણ આપી હતી. નોંધનીય છે કે પારૂલ યુનિવર્સિટીના પૂર્વ ટ્રસ્ટી જયેશ પટેલે પોતાની એક સ્ટુડન્ટને પોતાના રૂમમાં બોલાવી તેના પર રેપ ગુજાર્યો હતો.