કાર્યક્રમની શરૂઆતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાષણ આપ્યુ હતું. નીતિન પટેલે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યુ હતું કે દિવ્યાંગોને પોતાના હાથે ભેટ આપી સહાનુભૂતિ સાથે તેમનું સન્માન વધાર્યું છે
3/4
મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું જે ઘરમાં દિવ્યાંગ છે તે તેમના માતા-પિતાની નહીં પણ સંપૂર્ણ સમાજ અને રાષ્ટ્રની જવાબદારી છે. દેશમાં નવા બની રહેલા બસ સ્ટેશનો અને એરપોર્ટ્સ કે અન્ય કોઇ પણ સાર્વજનિક સ્થળો પર દિવ્યાંગો માટે ખાસ ચિંતન થવું જોઇએ.
4/4
વડોદરાઃ વડોદરાના ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ધાટન બાદ વડાપ્રધાન મોદી દિવ્યાંગોના કાર્યક્રમમાં પહોંચ્યા છે. મોદી નવલખી મેદાનમાં આયોજીત દિવ્યાંગોના કાર્યક્રમમાં 10 હજાર દિવ્યાંગોને કૃત્રિમ અંગો અને સાધાન-ઉપકરણોની વહેંચણી કરશે. જોકે, કાર્યક્રમ દરમિયાન અવ્યવસ્થા ન સર્જાય તે માટે સવારથી જ દિવ્યાંગોને તેમની કિટ આપવામાં આવી હતી.