આ લોકોએ મહેન્દ્રને બહાર આવવાં બૂમો પાડી હતી. દરમિયાન તેમનો પુત્ર અમિત ઘર બહાર આવતાં જ આ હુમલાખોરો તેના પર હથિયારો સાથે તૂટી પડ્યા હતા અને તેને મારી મારીને લોહિલૂહાણ કરીને ત્યાંથી નીકળી ગયા હતા. ગંભીર રીતે ઇજા પામેલ અમિતને તુરંત જ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું.
2/5
મહેન્દ્રભાઈ અને જ્યોતિબેન વચ્ચે ચાલી રહેલા પ્રેમ પ્રકરણને લઈને છેલ્લા કેટલાય સમયથી બંને પરિવાર વચ્ચે તકરાર ચાલી રહી હતી, ત્યારે રવિવારે રાત્રે માંજલપુરના કોતર તલાવડી સ્થિત ચંદ્રવિલા નગર ખાતેના મહેન્દ્રહભાઈના ઘરે જ્યોતિ રાયસિંગ પરમાર, રાયસિંગ બાબર પરમાર, હરેન્દ્ર રાયસિંગ પરમાર, નયનાબેન, ઇરફાન ઉર્ફ રાકેશ પરમાર અને હર્ષદ મુળજીભાઇ પટેલ સહિત 9 વ્યક્તિઓ હથિયારો સાથે ધસી આવ્યા હતા.
3/5
આ બનાવ અંગેની ફરિયાદ માંજલપુર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે 9 વ્યક્તિઓ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ હુમલા અંગે મહેન્દ્રભાઈ પોલીસને જણાવ્યું હતું કે, આ લોકો સાથે પ્રેમ પ્રકરણ બાબતે ઝઘડો ચાલતો હતો. જોકે, આ ઝઘડો આવું સ્વરૂપ લેશે તેની કલ્પના ન હતી. ગત 2 તારીખે પણ આ લોકોએ કુહાડી લઇને મારી નાંખવાની ધમકી આપી હતી. હું પહોંચ્યો ત્યારે આ શખ્સો મારા પુત્રને મારતા હતા, હું વચ્ચે પડતાં મને ધક્કો મારી ભાગી ગયા હતા.
4/5
વડોદરાઃ શહેરના માંજલપુરમાં એક વ્યક્તિને લગ્નેત્તર સંબંધને કારણે પુત્ર ખોવાનો વારો આવ્યો છે. મહિલા સાથે અનૈતિક સંબંધોમાં બંને પરિવાર વચ્ચે છેલ્લા કેટલાય સમથી તકરાર ચાલી રહી હતી, ત્યારે રવિવારે રાતે મહિલાના પરિવારજનોએ મહેન્દ્ર મથુરભાઈ રોહિતના ઘરે હુમલો કર્યો હતો. આ હુમલામાં મહેન્દ્રભાઈનો પુત્ર અમિત ઘાયલ થતાં તેનું મોત થયું હતું. નોંધનીય છે કે, મહેન્દ્ર રોહિત અને જ્યોતિબેન રાયસિંગભાઈ પરમાર વચ્ચે છેલ્લા લાંબા સમયથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું.
5/5
આ ઘટનામાં મોતને ભેટેલો અમિત શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ આઇટીઆઇમાં ડીઝલ મિકેનિકનો અભ્યાસ કરી રહ્યો હતો અને અભ્યાસના સમય બાદ તે અલકાપુરી વિસ્તારમાં કોઇ સ્થળે પાર્ટ ટાઇમ જોબ પણ કરતો હતો. છેલ્લા એક સપ્તાહથી અમિતે પાર્ટ ટાઇમ જોબ શરૂ કરી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મહેન્દ્ર રોહિતના જ્યોતિ સાથે આડા સંબંધો હતા, જેથી બંને પરિવારો વચ્ચે ઘણા સમયથી ઝગડો ચાલતો હતો.