વડોદરાઃ ગોલ્ડન ચોકડી પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતા સર્જાતા એક જ પરિવારના ચારના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અકસ્માતમાં બે લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
2/8
3/8
4/8
વડોદરા પાસે નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે ટ્રકની પાછળ બોલેરો કાર ઘુસી ગઇ હતી. આ ઘટનામાં મુંબઈના એક જ પરિવારના ચાર સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જેમાં એક દંપતી પણ હતું. મુંબઇનો પરિવાર કારમાં અમદાવાદ આવી રહ્યો હોવાનું જાણવા મળ્યુ છે.
5/8
6/8
મૃતકોમાં રાજેન્દ્રભાઇ પન્નાલાલ શાહ (ઉ.વ.53) (મીરા રોડ, મુંબઇ), જસમીનાબેન રાજેન્દ્રભાઇ શાહ (ઉ.વ.46), રેખા કિરીટ શાહ (ઉ.વ.72, રહે કાંદિવલી, મુંબઇ) અને હિનાબેન મિહિરભાઇ ભાખરીયા (ઉ.વ.38, કાંદિવલી વેસ્ટ, મુંબઇ)નો સમાવેશ થાય છે.
7/8
8/8
મૃતકોમાં ત્રણ મહિલા અને એક પુરૂષોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કઢાયા હતા અને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અપાયા હતા. જ્યારે બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતને પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો.