તેણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે દારૂના ધંધામાં એકહથ્થુ શાસન જમાવવા માટે મુકેશની હત્યા કરાઇ છે. મુકેશની બહેને પણ આક્રંદ સાથે જણાવ્યું હતું કે ભાઇની હત્યા કરનાર કોઇને છોડતા નહીં. મોડી રાતે મુકેશને મૃત જાહેર કરાતા સ્વજનોએ રોકકળ મચાવી હતી.
2/4
વિજયનો દાવો છે કે લાલુ સિંધી સહિતના બધા આજે મુકેશ સાથે પાર્ટીમાં ગયા હતા અને ત્યાંથી પાછા ફરતા હતા ત્યારે ગોળીઓ છોડાઈ. આ ગોળીબારમાં મુકેશને જ ગોળીઓ વાગી તેના પરથી સ્પષ્ટ છે કે મુકેશની હત્યા કાવતરૂં ઘડીને આ લોકોએ જ કરી છે.
3/4
સતત મુકેશ સાથે રહેતા વિજયના કહેવા પ્રમાણે તેની સાથે કામ કરનારા લાલુ સિંધી, અજ્જુ, વિજુ અને અડ્ડો સહિતના શખ્સોએ તેની હત્યા કરી છે. અગાઉ લાલુ સિંધીએ મુકેશને ધમકી પણ આપી હતી અને તેણે એ ધમકીનો અમલ કરીને મુકેશને પતાવી દીધો હતો.
4/4
વડોદરાઃ કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણીની હત્યા તેના જૂના સાથી લાલુ સિંધી સહિતના શખ્સોએ કરાવી હોવાનો આક્ષેપ મુકેશના ખાસ માણસ ગણાતા વિજય મોખરાએ કર્યો છે. મોખરાએ જાહેરમાં બળાપો વ્યકત કર્યો હતો કે મુકેશની હત્યા કોણે કરી છે તે મને ખબર છે.