શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ પતિ-પત્નીએ યુવક સાથે મળીને રશ્મીનું કર્યું અપહરણ, ચલાવી 12 લાખની લૂંટ, સીસીટીવી આવ્યા સામે
અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર આવેલા સેન્ચુરી ટાવર પાસેના એક મકાનમાં ઘરઘાટી તરીકે કામ કરતાં પતિ-પત્નીએ એક યુવક સાથે મળીને 12 લાખની લૂંટ કરી છે. ઘરઘાટી સુનિલ અને કંચને અજાણ્યા યુવક સાથે મળીને મકાન માલિક રશ્મી ગુપ્તાને ઘરમાં જ દોરડા વડે બંધી દીધી હતી. આ પછી અંદાજીત 12 લાખની લૂંટ ચલાવી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતાં. આ બનાવની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લૂંટ કરીને ભાગી રહેલા પતિ અને પત્ની અને રિક્ષા ચાલક સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. આ સીસીટીવીને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. સેન્ચુરી ટાવર નજીક 35 વર્ષિય મહિલા રશ્મી ગુપ્તા નામની મહિલાના ઘરે છેલ્લા બે મહિનાથી કંચન કામ કરી રહી હતી. જેણે આજે 200 રૂપિયા એડવાન્સ માંગ્યા હતાં. આ પછી રશ્મીને બંધક બનાવી હતી અને પતિ સુનિલ અજાણ્યા યુવક સાથે ઘરમાં આવીને અંદાજીત 12 લાખની લૂંટ ચલાવી હતી. ભોગ બનનાર રશ્મીના પતિ ફાયનાન્સ કન્સલ્ટન તરીકે કામ કરે છે.
દેશ
Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદ
Kheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલો
Hardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'
Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?
Banaskantha New District Controversy : બનાસકાંઠા વિભાજનને લઈ રાજકારણ ગરમાયું, ધાનેરા બંધ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement