કાબૂલઃ વોટર રજીસ્ટ્રેશન સેન્ટર બહાર આત્મઘાતી હુમલો, 31નાં મોત, 51 ઘાયલ
કાબૂલઃ અફઘાનિસ્તાનના કાબૂલમાં વોટર આઇડી રજીસ્ટ્રેશન કેન્દ્ર બહાર થયેલા વિસ્ફોટમાં 31 લોકોના મોત થયા હતા જ્યારે 52 લોકો ઘાયલ થયા હતા. એક રિપોર્ટ પ્રમાણે, વોટિંગ રજીસ્ટ્રેશન સેન્ટર બહાર એકઠા થયેલા લોકોમાં એક આત્મઘાતી હુમલાખોર ઘૂસી ગયો હતો અને પોતાની જાતને ઉડાવી દીધી હતી. હુમલાથી 20 ઓક્ટોબરના રોજ યોજાનારી ચૂંટણીમાં સુરક્ષાને લઇને ચિંતામાં વધારો થયો છે.
કાબુલ પોલીસના વડા દાઉદ અમીને કહ્યું કે, વિસ્ફોટ કેન્દ્રના ગેટ પર થયો હતો. આ સુસાઇડ હુમલો હતો. જેમાં અત્યાર સુધીમાં 31 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા વાહિદ મજરૂહે કહ્યું કે, આ વિસ્ફોટમાં 31 લોકો માર્યા ગયા છે અને 52 અન્ય ઘાયલ થયા હતા.





















