Surendranagar Murder Case : ધ્રાંગધ્રામાં અંગત અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, એકનું મોત
Surendranagar Murder Case : ધ્રાંગધ્રામાં અંગત અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, એકનું મોત
સુરેંદ્રનગરના ધ્રાંગધ્રામાં અંગત અદાવતમાં ખેલાયો ખૂની ખેલ..રાત્રે અજાણ્યા શખ્સોએ કલ્પેશ પારેખના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો..જેમાં કલ્પેશનું મોત થયું..જ્યારે તેમના પત્ની નિશાબેન પારેખ અને પુત્રી કિષ્નાબેન પારેખને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા...3-4 દિવસ પહેલા થયેલી બોલાચાલીનું મન દુઃખ રાખી હત્યા કરાઈ હોવાની આશંકા છે..ઘટનાની જાણ થતા જ મૃતકના સ્વજનો અને સ્થાનિક લોકોના ટોળા હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા....અને આરોપીને ઝડપથી પકડવાની માગ કરી હતી...
ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યાનો બનાવ આવ્યો સામે. કલ્પેશભાઈ રમણીકભાઇ પરીખ નામનાં શખ્સ પર 2 થી 3 અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચતા નિપજ્યું મોત. હુમલામાં બે મહિલાઓને પણ ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા . ધ્રાંગધ્રા પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. ક્યાં કારણોસર હત્યા થઈ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી.





















