લાલુના દીકરાના લગ્નમાં યાદવાસ્થળી, વીઆઈપીઓ માટેની જગામાં ઘૂસી લોકોએ ખાવાનું લૂંટ્યું, વાસણો પણ ઉઠાવી ગયા...
પટણાઃ રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના દીકરા અને બિહારના પૂર્વ મંત્રી તેજપ્રતાપ યાદવ અને રાજદ ધારાસભ્ય ચંદ્રિકા રાયની દીકરી ઐશ્વર્યાના લગ્ન થયા હતા. લગ્નમાં મોટી સંખ્યામાં લાલૂ પ્રસાદ યાદવના સમર્થકો ઉમટી પડ્યા હતા જેને કારણે ભીડ અનિયંત્રિત બની ગઇ હતી અને વીઆઇપી માટે બનાવવામાં આવેલી જમવાની વ્યવસ્થામાં ઘૂસીને જમવા માટે પડાપડી કરી હતી. એક રિપોર્ટ પ્રમાણે, લોકોએ ડિશ સહિત અનેક ચીજોની પણ લૂંટ ચલાવી હતી.
લગ્નપ્રસંગમાં હજારો લોકો માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. વરમાળાના કાર્યક્રમના થોડા સમય બાદ લોકો જમવા માટે પડાપડી કરવા લાગ્યા હતા અને જમવા માટે રીતસર લૂંટ ચલાવી હતી. કેટરરે આરોપ લગાવ્યો હતો કે ભીડે તેમના વાસણો અને અન્ય ચીજોની પણ લૂંટ ચલાવી હતી.














