દિલ્લીઃ સાસરિયા સાથે પ્રોપર્ટી મુદ્દે ઝઘડો થતાં માતાએ 2 વર્ષના પુત્રને બીજા માળેથી નીચે ફેંકી દીધો, જુઓ VIDEO
નવી દિલ્લીઃ દિલ્લીમાં માતાની ક્રૂરતાની એક ઘટના સામે આવી છે. પોતાના બે વર્ષના બાળકને એક માતાએ સીડી પરથી ફેંકી દીધાની ઘટના બની છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
આરોપી મહિલા સોનુ ગુપ્તા સામે તેના પતિએ ફરિયાદ નોંધાવી હતી. હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. સીસીટીવી ફુટેજમાં જોવા મળી રહ્યું છે કે સોનુ ગુપ્તાની પોતાના સાસરિયા સાથે કોઈ વાત પર દલીલ થઈ રહી છે. આ દરમિયાન તે પલંગ પર ઉંઘી રહેલા તેના દીકરાને ઉઠાવે છે. બાદમાં સીડીઓ તરફ આવે છે અને તેને નીચે ફેંકી દે છે.
સોનુ ગુપ્તાની સાસુનો આરોપ છે કે અમે લોકો વાત કરી રહ્યા ત્યારે અચાનક પ્રોપર્ટી મુદ્દે સોનુએ ઝઘડો કરવાનું શરૂ કરી દીધું. તેણે બાળકને ઉઠાવીને કહ્યું કે હું બાળકને મારી નાંખીશ અને આરોપ તમારા બધા પર લગાવી દઈશ. જે બાદ તેણે બાળકને સેકન્ડ ફ્લોર પરથી ફર્સ્ટ ફ્લોક પર ફેંકી દીધું.





















