શોધખોળ કરો
Gujarat bypoll: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મોરબી, લીંબડી, ગઢડા અને કરજણમાં કરશે ચૂંટણી સભા
પેટા ચુંટણી જંગમાં ભાજપ પ્રચાર માટે પાર્ટીના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી રહી છે. મોરબી વિધાનસભા પેટા ચુંટણીમાં ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, સીએમના પત્ની અંજલિ રૂપાણી અને આઈ કે જાડેજા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબીના હાઉસિંગ બોર્ડના ગ્રાઉન્ડ ખાતે સ્મૃતિ ઈરાનીએ સભાને સંબોધન કર્યું હતું જેમાં કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા તો પોતે ગુજરાતની દીકરી અને વહુ છે તેમ પણ જણાવી ગુજરાતીમાં સંબોધન કર્યું હતું. સભા બાદ મીડિયાને સંબોધતા સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે સવારના સમયે સભામાં બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હોય જે દર્શાવે છે કે ભાજપ ઉમેદવાર જંગી લીડથી વિજયી બનશે.
આગળ જુઓ





















