શોધખોળ કરો
Advertisement
ગોધરાઃ સિવિલમાં ફરજ બજાવતા ડોક્ટરે લોકોને ધોકાથી ફટકાર્યા, જુઓ LIVE VIDEO
ગોધરાઃ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબે માનસિક સમતુલન ઘુમાવતા રાહદારીઓ ને ધોકા વડે ફટકાર્યા હતા, જેમાં 8 થી 10 જેટલા લોકો ઘાયલ થયા. ગોધરાની સિવિલ હોસ્પિટલમાં બાળ નિષ્ણાંત તરીકેની ફરજ બજાવતા ડોક્ટર અક્ષય ઉપાધ્યાય વહેલી સવારે એકાએક માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા, જેને લઇ બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી પસાર થતા રાહદારી અને બાઈક ચાલકો પર ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં 8 થી 10 જેટલા લોકો ઘાયલ થયા હતા. તબીબના હુદડમને પગલે વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી, તો બીજી તરફ નાની મોટી ઇજા પામેલ રાહદારીઓએ પોતાનો ઈલાજ ખાનગી હોસ્પિટલમાં જઈ કરાવ્યો હતો . બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસવાન ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જેહમત બાદ તબીબ પર અંકુશ મેળવી પોલીસ મથકે લઇ જવામાં આવ્યી હતો. જ્યાં પોલીસ મથકમાં પણ બેકાબૂ બનતા તબીબને દોરડા વડે બાંધવાનો વારો આવ્યા હતો. તબીબની માનસિક હાલત વધુ બગડતા જરૂરી સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ગોલ્ડ મેડાલીસ્ટ બાળ રોગના નિષ્ણાંત એવા ડોક્ટર અક્ષય ઉપાધ્યાય છેલ્લાં ઘણાં સમયથી માનસિક રોગથી પીડાય છે અને તેઓની સારવાર પણ ચાલતી હોવાનું સિવિલ સર્જને જણાવ્યું હતું.
અમદાવાદ
Uttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો
Redmi 14C 5G Launch In India: શાઓમી ઈન્ડિયાએ રેડમી 14-C 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો
Brijraj Gadhvi Vs Devayat Khawad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખો
Gujarat Government: સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી બાળકોને દૂર રાખવા રાજ્ય સરકાર ગાઇડલાઈન બહાર પાડશે
Dwarka:મંદિરમાં આજે વહેલી સવારે મંગળા આરતી કરવા ઉમટી ભક્તોની ભારે ભીડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement